<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

રાહુલ ગાંધી જૂનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવે એ પહેલાગુજરાત કોંગ્રેસના 14 જિલ્લા પ્રમુખોની કામગીરી નબળી હોવાથી પક્ષ દ્વારા અલ્ટિમેટમ

છેલ્લા કેટલાક સમયથી સંગઠનને મજબૂત કરવા માટે સતત પ્રયાસો થયા હોવા છતાં કેટલાક જિલ્લા પ્રમુખો પોતાનું કામ સંતોષકારક રીતે કરી શક્યા નથી. જેને લીધે હાઈકમાન્ડે તેમને સીધી જ ચેતવણી

નવી દિલ્હી તા.૧૮ :  રાહુલ ગાંધી જૂના ગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવે એ પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પહેલા આજે રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ નેતાઓને માર્ગદર્શન આપવા આવવાના હતા પરંતુ હવે કાલે જુનાગઢ આવશે.

હાલમાં જૂનાગઢ શહેરમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત કોંગ્રેસના 14 જિલ્લા પ્રમુખોની કામગીરી નબળી હોવાથી તેમને પક્ષ દ્વારા સીધું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અગાઉ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ જિલ્લા પ્રમુખોએ આગામી 90 દિવસમાં પોતાની કામગીરીમાં સુધારો કરવો પડશે, નહીંતર તેઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના 14 પ્રમુખોને પક્ષનું અલ્ટિમેટમ

માહિતી પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડને કુલ 14 જિલ્લાઓમાં કામગીરી નબળી જણાઈ છે, જેમાંથી સૌરાષ્ટ્રના અડધો ડઝન જેટલા જિલ્લાઓ સામેલ છે. કોંગ્રેસનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સંગઠનને મજબૂત કરવા માટે સતત પ્રયાસો થયા હોવા છતાં કેટલાક જિલ્લા પ્રમુખો પોતાનું કામ સંતોષકારક રીતે કરી શક્યા નથી. જેને લીધે હાઈકમાન્ડે તેમને સીધી જ ચેતવણી આપી છે.

(2:48 PM IST)