<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ભારતમાં કરોડપતિઓની વધતી સંખ્યા : 4 વર્ષમાં આંકડો બે ગણો વધીને 8.71 લાખને પાર પહોંચ્યો

વર્ષ 2017 થી 2025 સુધીના ડેટા મુજબ દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યામાં 445%નો વધારો થયો

Hurun India Wealth Report 2025 પ્રમાણે ભારતમાં રૂપિયા 8.5 કરોડ અથવા વધારે સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યા વર્ષ 2021માં 4.8 લાખ હતી, જે વધીને વર્ષ 2025માં 8.71 લાખ થઈ ગઈ છે.

એટલે કે દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા આશરે 90 ટકા વધી છે. દેશમાં વધતી સમૃદ્ધિની આ અસર કે દેશાં 0.31 ટકા હાઉસિસ મિલિયોનર કેટેગરીમાં આવે છે.જ્યારે 2021 માં આ આંકડો માત્ર 0.17% હતો. તે જ સમયે જો આપણે વર્ષ 2017 થી 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યામાં 445%નો વધારો થયો છે.

દેશમાં સૌથી વધારે 1.78 લાખ મિલિયોનર હાઉસહોલ્ડ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં મોખરાના સ્થાને છે. જયારે મહારાષ્ટ્રમં પણ એકલા મુંબઈમાં જ 1.42 લાખ શ્રીમંત વ્યક્તિ છે. આ અંતર્ગત દેશની આર્થિક રાજધાની મુંબઈ મિલિયોનર પરિવારની રાજધાની પણ છે.

દેશની રાજધાની દિલ્હીમાં શ્રીમંત લોકોની સંખ્યા સતત વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ પ્રમાણે દિલ્હી 79,800 કરોડપતિ પરિવારો સાથે દેશમાં બીજા ક્રમે છે. તમિલનાડુ 72,600 કરોડપતિ પરિવારો સાથે ત્રીજા ક્રમે છે.

અહેવાલમાં જણાવાયું છે કે દેશના 80% કરોડપતિ પરિવારો ટોચના 10 રાજ્યોમાં રહે છે જે ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગદાન આપે છે. શહેરોમાં, મુંબઈ પછી દિલ્હી 68,200 કરોડપતિ પરિવારો સાથે બીજા ક્રમે છે અને બેંગલુરુ 31,600 પરિવારો સાથે ત્રીજા ક્રમે છે. વધુમાં અમદાવાદ, પુણે, હૈદરાબાદ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં શ્રીમંત પરિવારોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

Hurun India Report એ પણ સમજાવે છે કે દેશમાં ધનવાન લોકોની સંખ્યા અચાનક આટલી ઝડપથી કેવી રીતે વધી રહી છે. શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ ધનવાન લોકોની સંખ્યામાં આ વધારાનું મુખ્ય કારણ છે. વધુમાં, ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને દેશમાં ઉદ્યોગસાહસિકતાના વિસ્તરણથી પણ ધનવાન પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધુમાં રાજ્ય સ્તરે ઝડપી આર્થિક વૃદ્ધિએ દેશમાં ધનવાન પરિવારોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ધનવાન પરિવારોની સંખ્યા વધારવામાં આ ત્રણ પરિબળોએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

(9:42 PM IST)