<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

NPS ખાતેદારો પાસેથી હવે વાર્ષિક મેઈન્‍ટેનન્‍સ ફી પેટે રૂ.૧૦૦ વસૂલાશે

૧લી ઓક્‍ટોબરથી નવા ફેરફારો અમલી બનશે અટલ પેન્‍શન યોજનાનું ખાતું ખોલાવવા માટે રૂ.૧૫ અને વાર્ષિક મેઈન્‍ટેનન્‍સના રૂ.૧૫ લેવામાં આવશે

મુંબઈ,તા.૧૯: નેશનલ પેન્‍શન સ્‍કીમ અને અટલ પેન્‍શન યોજના, યુનિફાઈડ પેન્‍શન સ્‍કીમ તથા એનપીએસ લાઈટના ખાતેદારોને સેન્‍ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્‍સી દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે ફી લેવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. તેમાં પી.આર.એ.એન ઓપનિંગ માટે રૂ.૧૮ તથા ફિઝિકલ પ્રાન કાર્ડ માટે રૂ. ૪૦ની ફી લેવામાં આવશે. તદુપરાંત એકાઉન્‍ટદીઠ વાર્ષિક મેઈન્‍ટેનન્‍સ ચાર્જ પેટે રૂ.૧૦૦ લેવામાં આવશે. ઝીરો બેલેન્‍સવાળા એકાઉન્‍ટ ધારક પાસેથી કોઈ જ ફી વસૂલવામાં આવશે નહિ. એકાઉન્‍ટમાં કોઈપણ વહેવાર કરવામાં આવશે કે લેવડદેવડ કરવામાં આવશે તો તેને માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહિ.

પહેલી ઓક્‍ટોબરથી નવી ચાર્જ  સિસ્‍ટમ અમલમાં આવી જતાં જૂન ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી સિસ્‍ટમ બંધ થઈ જશે. પેન્‍શન ફંડ રેગ્‍યુલેટરી  ડેવલપમેન્‍ટ ઓથોરીટી આ ચાર્જને મંજૂર કરશે તે સાથે જ તે લાગુ થઈ જશે. સરકાર પેન્‍શન યોજનાનું ખાતું ખોલાવવા માટે દ્વારા ચલાવવામાં આવી રહેલી અટલ રૂ.૧૫નો ચાર્જ લેવામાં આવશે. અટલ પેન્‍શન યોજનાના ખાતા માટે વાર્ષિક મેઈન્‍ટેનન્‍સ ચાર્જ પેટે રૂ.૧૫ વસૂલવામાં આવશે. આ જ રીતે તેમાં કોઈ નાણાંકીય લેવડદવડ કરવાનો કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહિ.

ખાનગી સેક્‍ટર દ્વારા એનપીએસ અને એનપીએસ વાત્‍સલ્‍યમાં પ્રાન ઓપનિંગ માટે રૂ.૧૮ અને ફિઝિકલ પ્રાન મેળવવા માટે રૂ.૪૦નો ચાર્જ લેવામાં આવશે. આ બંને ખાતાઓમાં નાણાંકીય વહેવાર કરવા માટે કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહિ અહીં મહત્તમ ચાર્જ દર્શાવવામાં આવ્‍યા છે. સેન્‍ટ્રલ રેક્રોર્ડ કીપિંગ તેનાથી વધુ ચાર્જ માગી શકશે નહિ. પરંતુ તેમની ઇચ્‍છા હશે તો તેનાથી ઓછા ચાર્જ લઈ શકશે. કર્મચારીને નોકરી આપનાર કંપનીના પ્રમોટર, સબસ્‍ક્રાઈબર્સ અને ચાર્જની બાબતમાં બાર્ગેનિંગ કરી શકશે. ખાનગી સબસ્‍ક્રાઈબર્સ કે પછી એસેટ મેનેજમેન્‍ટ કંપની સાથે કે પછી ટિયર-૧ની કેટેગરીમાં આવતા સબસ્‍ક્રાઈબર સાથે બાર્ગેનિંગ કરી શકશે. પોઈન્‍ટ ઓફ પ્રેઝન્‍સ ચલાવનાર સાથે

સરકારી સેક્‍ટરમાં ચાલતી યુનિફાઈડ પેન્‍શન સ્‍કીમ રકમ જમા થવાના તબક્કામાં જ ચાર્જ લાગુ કરવામાં આવશે. પેઆઉટના તબક્કામાં અલગથી ચાર્જ લેવામાં આવશે.

એન્‍યુએલ મેઈન્‍ટેનન્‍સ ચાર્જ બેલેન્‍સના પ્રમાણમાં લેવામાં આવશે

ખાતામાં જમા રકમ      વાર્ષિક ફી

ખાતામાં સિલક ન હોય તો      રૂ. ૦.૦૦

રૂ. ર લાખ સુધીનું ફંડ    રૂ. ૧૦૦

રૂ. ૨ લાખથી રૂ. ૧૦ લાખ      રૂ. ૧૫૦

રૂ.૧૦ લાખથી રૂ. ૨૫ લાખ      રૂ. ૩૦૦

રૂ. ૨૫ લાખથી રૂ. ૫૦ લાખ     રૂ.૪૦૦

રૂ. ૫૦ લાખથી વધારે      રૂ.૫૦૦

 

(9:42 AM IST)