News of Friday, 19th September 2025
રવિવારે સંવત ૨૦૮૧નું અંતિમ ગ્રહણ, સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં
સર્વપિતૃ અમાસે કન્યા રાશિ, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યગ્રહણ

મુંબઈ,તા.૧૯: પૂનમે થયેલું ખગાસ ચંદ્રગહણ ભારતમાં દેખાયા બાદ હવે પખવાડિયા બાદ એટલે કે રવિવારે ભાદરવા વદ અમાસે સૂર્યગ્રહણનો સંયોગ રચાશે. ચાલુ સંવત વર્ષ ૨૦૮૧નું આ અંતિમ ગ્રહણ હોય અને ભારતમાં દેખાવાનું ન હોય સૂતક કે વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, રવિવારે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેને પાળવાનું સિફ એન્ટિકટકથી દેખાશે. ગ્રહણનો સ્પર્શ રાત્રીએ ૯ વાગ્યે, મધ્ય ૧.૧૨ વાગ્યે અને ગ્રહણ મોક્ષ મધરાત્રીએ ૩.૨૪ વાગ્યે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય સૂતક કે વેધ પાળવાનો નથી. ૭ સપ્ટેમ્બરના રોજ જ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું હતું. જોકે, હવે રવિવારનું ગ્રહણ સંવત ૨૦૮૧નું આ અંતિમ ગ્રહણ છે અને ત્યારબાદ હવે નવા સંવત વર્ષ ૨૦૮૨માં ગ્રહણનો સિલસિલો જોવા મળશે.
ચાલુ સંવત વર્ષમાં માત્ર એક જ ગ્રહણ ભારતમાં દેખાયું
નોંધનીય છે કે, સંવત ૨૦૮૧માં કુલ ચાર ગ્રહણ થયા હતા અને તે પૈકી માત્ર ૭ સપ્ટેમ્બરના રોજ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાયું હતું. આ સિવાયના ત્રણ ગ્રહણો દેખાયા ન હતા. ચાલુ વર્ષમાં સૌથી પહેલું ગ્રહણ ૧૪ માર્ચે થયું હતું. ૧૪ માર્ચ-૨૦૨૫ના રોજ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ, ૨૯ માર્ચે થયેલું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાયું ન હતું. જ્યારે ૭ સપ્ટેમ્બરનું ગ્રહણ ભારતમાં દેખાયા બાદ હવે ૨૨ સપ્ટેમ્બરનું ગ્રહણ પણ દેખાવાનું નથી.
નવા વર્ષમાં ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટમાં ચાર ગ્રહણ
મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, સંવત ૨૦૮૨ના આરંભસમગ્ર વર્ષમાં કુલ ચાર ગ્રહણ થશે. તેમાં ૧૭ ફેબ્રુઆરીના રોજ થનારું કંકણાકૃતિ સૂર્યગ્રહણ એન્ટાર્કટીકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકાના ભાગોમાં દેખાશે. ૩ માર્ચના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ એશિયા. ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં દેખાશે. ૧૨ ઓગસ્ટના રોજ થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ અને ૨૮ ઓગસ્ટના રોજ થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારત દેશમાં દેખાશે નહીં. નવા વર્ષમાં બે સૂર્યગ્રહણ, બે ચંદ્રગ્રહણ રહેશે.(૪૦.૧૧)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
