News of Friday, 19th September 2025
હું ૮૫ વર્ષનો છું, તો પીએમ મોદી કેમ થાય રિટાયર?
શરદ પવારે વિપક્ષનો બતાવ્યો અરીસો : પીએમ મોદીને રાજકારણમાંથી સંન્યાસ લેવડાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી. ૮૫ વર્ષીય પવારે ૭૫ વર્ષ પૂરા કરી ચૂકેલા પીએમ મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરવાની ના પાડી

મુંબઈ,તા.૧૯: શરદ જૂથના ચીફ શરદ પવારે કહ્યું કે પીએમ મોદીને રાજકારણમાંથી સંન્યાસ લેવડાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી. ૮૫ વર્ષીય પવારે ૭૫ વર્ષ પૂરા કરી ચૂકેલા પીએમ મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.
એનસીપી શરદ જૂથના ચીફ શરદ પવારે સંવાદદાતાઓ સાથે વાત કરતી વખતે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સક્રિય રાજકારણમાંથી રોકાવા માટે કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
હકીકતમાં, શરદ પવારની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે પીએમ મોદી તાજેતરમાં ૭૫ વર્ષના થયા છે.
ગુરુવારે પત્રકારોએ શરદ પવારને પૂછ્યું કે શું પીએમ મોદીએ, લાલકૃષ્ણ અડવાણી (અને મુરલી મનોહર જોશીની જેમ, જાહેર જીવનમાં કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ? જવાબમાં શરદ પવારે કહ્યું, મેં ક્યાં રોક્યું? હું પોતે ૮૫ વર્ષનો છું, અને મને આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું, મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૫મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આવા પ્રસંગે રાજકારણમાં કોઈ કડવાશ ન હોવી જોઈએ. તેમણે કહ્યું, આપણે યશવંતરાવ ચવ્હાણના મૂલ્યોનું પાલન કરીએ છીએ.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
