<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સોનું ખરીદતા પહેલા જાણો નવા GST અને PAN-આધાર સંબંધિત નિયમો

સરકારે સોનાની ખરીદીને પારદર્શક બનાવવા માટે GST કાઉન્‍સિલની બેઠક બાદ કડક નિયમો લાગુ કરવામાં આવ્‍યા છે, જે આગામી ૨૨ સપ્‍ટેમ્‍બરના રોજ લાગુ થશે

મુંબઈ,તા.૧૯: સોનું એ ભારતના દરેક પરિવારની પરંપરા છે. અમીર હોય કે તવંગર પણ દરેક વર્ગના લોકો માટે સોનું ખરીદવાની પહેલી પ્રાથમિકતા રહે છે. સોનાની કિંમતો દિવસે દિવસે વધી રહી છે. ત્‍યારે હાલ તહેવારની સિઝન ચાલી રહી છે. જે બાદ લગ્નગાળાની સિઝન શરૂ થશે. જેના માટે સોનું સૌથી જરૂરિયાતની વસ્‍તુમાંથી એક છે. પણ આજના સમયમાં સોનાની કિંમતો સાથે સોનું ખરીદવાના નિયમોની પણ જાણ હોવી જરૂરી છે.

સરકારે સોનાની ખરીદીને પારદર્શક બનાવવા માટે ઞ્‍લ્‍વ્‍ કાઉન્‍સિલની બેઠક બાદ કડક નિયમો લાગુ કરવામાં આવ્‍યા છે, જે આગામી ૨૨ સપ્‍ટેમ્‍બરના રોજ લાગુ થશે. જેમાં ૨ લાખ રૂપિયાથી વધુની જ્‍વેલરી ખરીદી માટે PAN કે આધાર કાર્ડ ફરજિયાત છે. આ ઉપરાંત, ૨ લાખથી વધુની રોકડ ચૂકવણી પર પ્રતિબંધ છે, એટલે ડિજિટલ પેમેન્‍ટ કે બેંક દ્વારા ચૂકવણી કરવી પડશે. હાલ સોના પર ૩ ટકા જીએસટી અને જ્‍વેલરીના મેકિંગ ચાર્જ પર ૫% જીએસટી લાગે છે, જેનાથી બિલમાં નોંધપાત્ર ફરક પડે છે. નિયમોનું પાલન કરવાથી તમારી ખરીદી કાયદેસર અને સુરક્ષિત રહે છે.

સોનું ખરીદતી વખતે હંમેશાં જીએસટી હોલમાર્કવાળું સોનું ખરીદો, કારણ કે તે શુદ્ધતાની ગેરંટી આપે છે અને રીસેલ વેલ્‍યુ વધારે છે. સાથે જ, જીએસટી ઇન્‍વોઇસ માગવાનું ન ભૂલશો, જેનાથી તમારી ખરીદીનો સત્તાવાર રેકોર્ડ બનશે. ઘણા લોકો આ બાબતોને નજરઅંદાજ કરે છે, પરંતુ આ નાની બાબતો ભવિષ્‍યમાં મોટી મુશ્‍કેલી બચાવે છે. ખાસ કરીને, જો તમે ઓનલાઈન સોનું ખરીદો છો, તો વિશ્વસનીય પ્‍લેટફોર્મ અને હોલમાર્કની ચકાસણી કરો.

નિષ્‍ણાતોનું કહેવું છે કે સોનાના ભાવ આગામી મહિનાઓમાં વધી શકે છે, કારણ કે વૈશ્વિક બજારોમાં અનિヘતિતા અને મોંઘવારીનું દબાણ છે. તેમ છતાં, દિવાળી અને લગ્ન સીઝનમાં જ્‍વેલર્સ ઘણીવાર મેકિંગ ચાર્જમાં ડિસ્‍કાઉન્‍ટ આપે છે, જેનો ફાયદો લઈ શકાય. આ સમયે સોનું ખરીદવું એ માત્ર આર્થિક રોકાણ નથી, પણ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. સમજદાર ખરીદદારો આ તકનો લાભ લઈને બચત કરે છે.

આજે સોનાનો ભાવ ૧૦ ગ્રામદીઠ લગભગ ૭૪,૦૦૦ રૂપિયા છે, અને નિષ્‍ણાતોનું માનવું છે કે આગામી દિવાળી સુધી તે ૭૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. ભલે ભાવ ઊંચા હોય, સોનું ખરીદવું એ આભૂષણ, સુરક્ષા અને વારસાનું પ્રતીક છે, પરંતુ આ નવા નિયમો જાણી લો, જેથી તમારી ખરીદી સરળ અને કાયદેસર રહે.

ભારતમાં સોનું એ માત્ર ધાતુ નથી, તે ભાવનાઓ, સંસ્‍કૃતિ અને આર્થિક સ્‍થિરતાનું પ્રતીક છે. તે મોંઘવારી સામે રક્ષણ આપે છે અને પેઢી દર પેઢી વારસામાં ચાલે છે. ભલે ભાવ ઊંચા હોય, નિયમોનું પાલન કરીને ખરીદી કરવાથી તમે સુરક્ષિત રોકાણ કરી શકો છો. હોલમાર્ક ચકાસો અને ડિજિટલ પેમેન્‍ટનો ઉપયોગ કરો, જેથી તમારું સોનું ખરેખર સોનાની જેમ ચમકે!

(9:48 AM IST)