News of Friday, 19th September 2025
સાઉદી અરેબિયામાં નાઇટલાઇફ પર કડક કાર્યવાહી
રિયાધ અને જેદ્દાહમાં ઓછામાં ઓછા બે ડઝન મ્યુઝિક લાઉન્જ બંધ રાત્રિના સંગીત અને મનોરંજન કાર્યક્રમો મર્યાદિત કરવામાં આવી રહ્યા છે

રિયાધ, તા.૧૯: સાઉદી સરકાર નાઇટલાઇફ પર કડક કાર્યવાહી કરી રહી છે. રિયાધ અને જેદ્દાહ જેવા મુખ્ય શહેરોમાં અનેક મ્યુઝિક લાઉન્જ બંધ કરવામાં આવી રહ્યા છે. રાત્રિના સંગીત અને મનોરંજન કાર્યક્રમો મર્યાદિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સાઉદી અરેબિયામાં સંગીત કાર્યક્રમોએ નોંધપાત્ર લોક-યિતા મેળવી છે, જેના કારણે દૂર-જમણેરી અને રૂઢિચુસ્ત જૂથોમાં ગુસ્સો ફેલાયો છે. આ જૂથોના વધતા વિરોધ બાદ સરકારે કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ તાજેતરના અઠવાડિયામાં રિયાધ અને જેદ્દાહમાં ઓછામાં ઓછા બે ડઝન મ્યુઝિક લાઉન્જ બંધ કર્યા છે. અધિકારીઓએ જાહેર આરોગ્ય અને સ્વચ્છતા ધોરણોના ગંભીર ઉલ્લંઘનને કારણ ગણાવ્યું. જો કે, વાસ્તવિક કારણ આ ઘટનાઓ પ્રત્યે રૂઢિચુસ્ત પ્રતિક્રિયા છે. આનાથી પ્રશ્નો ઉભા થયા છે કે શું ઉદારવાદનો દાવો કરતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રૂઢિચુસ્તો સમક્ષ નમ્યા છે.
ગાયક ફલાહ અલ-મસરેદેહે ગયા મહિને વાયરલ થયેલા તોપચેટ વીડિયોમાં પૂર્વી રિયાધમાં તેમના એપાર્ટમેન્ટની નજીક એક લાઉન્જની જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ પોલીસ પાસે ગયા ત્યારે તેમની અવગણના કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેમને સંબંધિત મ્યુનિસિપાલિટીમાં રિફર કર્યા. વીડિયોમાં, તેમણે કહ્યું હતું કે મહિલાઓ રહેણાંક વિસ્તારમાં પુરુષોના ઘરની સામે આવેલા લાઉન્જમાં પ્રવેશતી જોવા મળી હતી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સત્તામાં આવ્યા તે પહેલાં, વસ્તીવાળા વિસ્તારોમાં શીશા કાફે ખોલવાની મંજૂરી નહોતી. વર્ષોથી, MBS એ સાઉદી અરેબિયામાં સંગીત ઉત્સવો, રમતગમત સ્પર્ધાઓ અને રેવ પાર્ટીઓ માટે પણ દરવાજા ખોલ્યા છે. રિયાધ બુલવર્ડ બનાવવામાં આવ્યું હતું, જેમાં રેસ્ટોરન્ટ્સ, મ્યુઝિક હોલ અને અન્ય આકર્ષણોનું સંકુલ હતું.
સાઉદી અરેબિયાના ગળહ મંત્રાલયે વિરોધ પ્રદર્શનો બાદ અનૈતિક કળત્યો પર કાર્યવાહી કરવા માટે એક નવું એકમ બનાવ્યું છે. ઘણા લાઉન્જ બંધ થવાથી સાઉદી સમાજની ખુલ્લાપણાની માંગ અને રૂઢિચુસ્તોના આદેશો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ થાય છે. નિષ્ણાતો કહે છે કે MBS સમાજમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
