હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાડીએ બનાવેલી ઓરડીમાં દીકરો ગર્લફ્રેન્ડ લઈને ગયોઃ પિતાજીએ ચોર સમજી પોલીસ બોલાવી લીધીઃ આખા ગામ સામે આબરૂના કાંકરા

ફતેહપુર તા.૧૯: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ ચોર સમજીને પોતાના દીકરા અને તેની ગર્લફ્રેન્ડને ઓરડામાં બંધ કરી દીધા. જ્યારે પોલીસની હાજરીમાં દરવાજો ખોલ્યો તો અંદરનો નજારો જોઈ પિતા સહિત તમામ લોકો ચોંકી ગયા હતા.
આ ઘટના ખખરેરુ વિસ્તારના એક ગામની છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાધેશ્યામ નામના વ્યક્તિ બપોરે પોતાના ખેતરમાં ગયા હતા. તેમણે વાડીએ બનાવેલી ઝૂંપડીમાં કંઈક શંકાસ્પદ અવાજ સંભળાયો, તેમને લાગ્યું કે તેમાં અંદર ચોર ઘૂસી ગયા છે.
તેમણે કંઈ પણ જાણ્યા જોયા વિના બહારથી દરવાજો બંધ કરી દીધો અને કુંડી લગાવી દીધી અને ચોર-ચોરની ચીસો પાડી આજુબાજુના લોકોને એકઠા કરવાનું શરુ કરી દીધું. દેકારો સાંભળી ગામના લોકો પણ આવી પહોંચ્યા, તેમાંથી કોઈએ પોલીસને પણ જાણ કરી દીધી. થોડી વારમાં પોલીસ પણ આવી પહોંચી. જ્યારે પોલીસની સામે રાધેશ્યામે મકાનનો દરવાજો ખોલ્યો તો અંદરથી ચોરની જગ્યાએ તેમનો દીકરો એક ગર્લફ્રેન્ડ સાથે બહાર નીકળ્યો.
આ જોઈ રાધેશ્યામના પગ તળેથી જમીન સરકી ગઈ. આ દરમ્યાન ખેતરના ભાગીદાર અને છોકરીના પિતા પણ ત્યાં આવી ગયા. પોતાની દીકરીને આવી હાલતમાં જોઈ ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા. આ મામલામાં છોકરીના પિતાએ તો દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી દીધી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે, એક વ્યક્તિએ ફરિયાદ આપી છે કે તેમની દીકરી સાથે યુવકે દુષ્કર્મ કર્યું છે. કિશોરીના પરિવારની ફરિયાદ પર પોલીસે રાધેશ્યામ અને તેમના દીકરા વિરુદ્ધ બંધક બનાવવા અને છેડતીનો કેસ નોંધી લીધો છે.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
