<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અનિરૂધ્‍ધસિંહ જાડેજાને રાત્રી સુધીમાં સરેન્‍ડર થવું પડશેઃ સુપ્રિમે સ્‍ટે પરત ખેંચ્‍યો

પોપટભાઇ સોરઠીયા હત્‍યા કેસમાં અનિરૂધ્‍ધસિંહને સુપ્રિમનો ફરી ઝટકોઃ કોર્ટને ગેરમાર્ગે દોરીને હુકમ મેળવ્‍યાનો સરકારી વકીલે વાંધો ઉઠાવતા એક સપ્‍તાહની રાહત પાછી ખેચાઇઃ સરન્‍ડર ન થાય તો પોલીસને શોધખોળ કરી રજૂ કરવા આદેશ

રાજકોટ :  તા. ૧૯,  પૂર્વ ધારાસભ્‍ય પોપટભાઇ સોરઠીયાની હત્‍યાના કેસમાં આજીવન કેદની સજા પામેલ રિબડાના અનિરૂધ્‍ધસિંહ જાડેજાની મુશ્‍કેલીમાં વધારો થયો છે. આજે સુપ્રિમ કોર્ટે એક ઝટકો આપીને અનિરૂધ્‍ધસિંહને મળેલ એક સપ્‍તાહનું એકસ્‍ટેન્‍શન રદ કરી આજે રાત્રી સુધીમાં સરન્‍ડર થવાનો આદેશ, એક   સપ્‍તાહ માટે સરન્‍ડર થવામાં જે મુકિત મળેલ હતી તેને પાછી ખેંચી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અનિરૂધ્‍ધસિંહને સજા માફના માામલે હાઇકોર્ટે સરન્‍ડર થવા આદેશ કર્યો હતો ત્‍યારબાદ  સુપ્રિમ કોર્ટમાં આ હુકમને પડકારતા સુપ્રિમ કોર્ટે તા. ૧૮ સપ્‍ટેમ્‍બર સુધીમાં સરન્‍ડર કરવાનો આદેશ કર્યો હતો.

ગઇકાલે ૧૮ સપ્‍ટેમ્‍બરના દિવસે જુનાગઢ જેલમાં અનિરૂધ્‍ધસિંહ સરન્‍ડર થઇ રહયા છે તેવી બાતમીના આધારે પોલીસ તેમજ મીડીયાના લોકો સવારથી જ  જુનાગઢ જેલ પાસે ગોઠવાઇ ગયા હતા, પરંતુ અનિરૂધ્‍ધસિંહ સરન્‍ડર થતા નહોતા અને મોડી સાંજે એવી બાતમી મળેલ કે, સુપ્રિમ કોર્ટે તા. ૧૮ ના રોજ સરન્‍ડર થવાનો જે હુકમ કરેલ હતો તેમાં એક સપ્‍તાહની રાહત આપી એક અઠવાડીયાનું તેઓને એકસ્‍ટેન્‍શન આપેલ હતું.

આજે સુપ્રિમ કોર્ટમાં સરકારી વકીલે અનિરૂધ્‍ધસિંહ સુપ્રિમ કોર્ટને ગેરમાર્ગે દોરીને એક વીકનું એકસ્‍ટેન્‍શન મેળવેલ છે. તેવી રજુઆત કરીને વાંધા અરજી આપતા સુપ્રિમ કોર્ટે એક વીકનું એકસ્‍ટેન્‍શન પરત ખેચીને આજ રાત સુધીમાં સરન્‍ડર થઇ જવાનો આદેશ કરતા ફરી ચકચાર મચી છે. સુપ્રિમ કોર્ટમાંથી ફરી નવો આદેશ આવતા અનિરૂધ્‍ધસિંહની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે. અને અગાઉ અપાયેલ રાહત પાછી ખેચી લેવાઇ છે અને આજે  રાતના ૮ સુધીમાં સરન્‍ડર થવા જણાવાયું છે.

જાણવા મળતી મુજબ અનિરૂધ્‍ધસિંહ જો આજ રાત સુધીમાં સરન્‍ડર ન થાય તો પોલીસને તેઓની શોધ કરીપકડીને રજુ કરવાનો પણ આદેશ કર્યોનું જાણવા મળે છે.

આજે રાત સુધીમાં અનિરૂધ્‍ધસિંહને સુપ્રિમ દ્વારા સરન્‍ડર થવા આદેશ કર્યો હતો આ પ્રકરણે ફરી ચકચાર જગાવી છે.

 

 

 

 

 

 

 

(2:52 PM IST)