<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

માણસ આટલો બધો વિકળત! શ્વાનની આંખો કાઢીને રસ્‍તા પર લખોટીની જેમ રમવા લાગ્‍યો

ભારતીય ન્‍યાય સંહિતની કલમ ૩૨૫ હેઠળ અજ્ઞાત વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે

મુંબ્રા, તા.૧૯: મુંબ્રામાં એક માણસે માણસાઈની હદ પાર કરી નાખી હતી. સંવેદનશીલતા જાણે મરી પરવારી હોય એમ આ માણસે રસ્‍તે રખડતા શ્વાનને મારી નાખ્‍યો હતો. એટલેથી ન અટકતાં તેણે શ્વાનની આંખો કાઢી લીધી હતી અને એની બાજુમાં બેસીને આરામથી આંખો સાથે લખોટીની જેમ રમવા લાગ્‍યો હતો. રસ્‍તા પર બેસીને આવું વિકળત કામ કરનારને જોઈને ત્‍યાંથી પસાર થતા લોકો પણ હેબતાઈ ગયા હતા. આ બનાવનો વિડિયો ઝડપથી સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો હતો. પ્રાણીપ્રેમીઓએ આ વ્‍યક્‍તિની જેમ બને એમ જલદી શોધ કરવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી થાય એવી માગણી કરી છે. ભારતીય ન્‍યાય સંહિતની કલમ ૩૨૫ હેઠળ અજ્ઞાત વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

(11:57 AM IST)