News of Friday, 19th September 2025
"યા અલી" ગીત ફેમ ગાયક ઝુબીન ગર્ગનું નિધન, સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન દુર્ઘટના!
ઝુબીન ગર્ગ સિંગાપોરમાં એક નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ આ દુર્ઘટનાએ અસંખ્ય ચાહકો અને સમગ્ર ભારતીય સંગીત ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાવી દીધી

નવી દિલ્હી : બોલિવૂડ અને આસામી સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. "ગેંગસ્ટર" ફિલ્મના સુપરહિટ ગીત "યા અલી" થી દેશભરમાં ખ્યાતિ મેળવનાર જાણીતા ગાયક ઝુબીન ગર્ગનું ૫૨ વર્ષની વયે અચાનક અવસાન થયું છે.
ઝુબીન ગર્ગ શુક્રવારે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે એક અણધારી દુર્ઘટનાનો ભોગ બન્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં.
મંત્રી અશોક સિંઘલે દુઃખ વ્યક્ત કર્યું
આસામના કેબિનેટ મંત્રી અશોક સિંઘલે સોશિયલ મીડિયા પર ઝુબીન ગર્ગના નિધનની પુષ્ટિ કરી અને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, "આપણા પ્રિય ઝુબીન ગર્ગના અકાળ અવસાનથી ખૂબ દુઃખ થયું. આસામે માત્ર એક અવાજ જ નહીં, પણ એક હૃદયની ધડકન પણ ગુમાવી દીધી છે. તેમના ગીતોએ આપણી સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના."
ઝુબીન ગર્ગ સિંગાપોરમાં એક નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ આ દુર્ઘટનાએ તેમના અસંખ્ય ચાહકો અને સમગ્ર ભારતીય સંગીત ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
