<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વંદે ભારત એક્સપ્રેસની ચપેટમાં આવી જતાં ત્રણ લોકોના મોત

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃહરનૌતથી ગોપકિતા ગામમાં દીકરીનું શગુન લઈને જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત થઈ ગયું

પટના, તા.૧૯

બિહારની રાજધાની પટનાથી અડીને આવેલા પંડારખ વિસ્તારના મમરખા બાદ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. હરનૌતથી ગોપકિતા ગામમાં દીકરી માટે શગુન લઈને જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો વંદે ભારત એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા, જેનાથી તેમના મોત થઈ ગયા છે. ગંભીર અવસ્થામાં એક વ્યક્તિને પીએમસીએચ પટના રેફર કર્યો છે. મૃતકોમાં જીતો માંઝી, પ્રીતલાલ માંઝી અને ગોવિંદ માંઝી સામેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ લોકો હરનૌત વિસ્તારના ટારા પર ગામના રહેવાસી હતા. આજે આ લોકો શગુન લઈને ગોપીતા જઈ રહ્યા હતા. જ્યારે મેકરા મમરખા ગામ નજીક પહોંચ્યા, જ્યાં આ દુર્ઘટના ઘટી હતી. ત્રણેય મૃતદેહ પંડારક પીએસસીમાં રાખ્યા છે. રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ મામલે તપાસ કરી રહી છે. સ્થાનિક લોકો અનુસાર, રેલવે ટ્રેક પાર કરતી વખતે બંને સાઈડમાંથી ટ્રેન આવી ગઈ. આ દરમ્યાન દુર્ઘટના થઈ ગઈ. કહેવાય છે કે મોકામાથી પટના જઈ રહેલી વિક્રમશિલા અપ ટ્રેનની યાત્રા દરમ્યાન ડાઉન ટ્રેક પર વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી. રેલવે પુલની નીચે પાણી ભરાયું હોવાના કારણે તમામ લોકો ગાડી છોડી રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી.

જાણકારી અનુસાર, હરનૌતથી ગોપકિતા ગામમાં દીકરીનું શગુન લઈને જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનું વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવી જવાથી મોત થઈ ગયા છે. તો વળી એકને ગંભીર અવસ્થામાં પીએમસીએચ પટના રેફર કર્યો છે. ત્રણેય મૃતક જીતો માંઝી, પ્રીતલાલ માંઝી અને ગોવિંદ માંઝી હરનૌત વિસ્તારના ટારા ગામના રહેવાસી હતા. ત્રણેયના મૃતદેહ હોસ્પિટલમાં રાખ્યા છે. રેલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(10:28 PM IST)