<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ACથી ગરમ થઈ જશે પાણી, ગીજર ઠંડુ કરી દેશે તમારું ઘર

ભારતમાં આવી ગઈ છે આ ગજબની ટેકનોલોજી!

નવી દિલ્‍હી,તા.૨૦: આજકાલ તમારે ઘરને ઠંડું રાખવા માટે એર કન્‍ડીશનર લગાવવું પડે છે અને પાણી ગરમ કરવા માટે ગીજર. જરા વિચાર કરો કે, જો તમારા એસીમાંથી નીકળતી ગરમીથી જ તમને ગરમ પાણી મળી જાય અથવા તમારું ગીજર જ ઠંડક આપવાનું કામ કરે તો કેવું થશે? આ સાંભળીને તમને આヘર્ય થશે, પરંતુ આવતા ૪-૫ વર્ષમાં તમને આવા જ ઘરેલુ ઇલેક્‍ટ્રોનિક પ્રોડક્‍ટ્‍સ મળશે. આ ટેકનોલોજી માત્ર ભારતમાં આવી નથી, પરંતુ તેના પર ઘણું કામ પણ થઈ રહ્યું છે.

હાલમાં આ ટેકનોલોજીને વ્‍યાપારી પ્રોજેક્‍ટ માટે મોટા પાયે ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજી ખૂબ જ હંગામો મચાવશે કારણ કે તેમાં એક કે બે કાર્યો જ નહીં પરંતુ એક જ કિંમતે અનેક ઉદ્દેશ્‍યો પૂર્ણ કરવાની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે, એક એસીની વીજળીના ખર્ચમાં ન માત્ર કૂલિંગ, પરંતુ એસીમાંથી નીકળતી ગરમીનો પણ ઉપયોગ કરી શકાય છે. સાથે જ ગરમ ગેસ નીકળવાથી પર્યાવરણને થતું નુકસાન અને ગ્‍લોબલ વોર્મિંગને પણ ઘટાડવામાં યોગદાન આપી શકાય છે.

દિલ્‍હીના ભારત મંડપમમાં યોજાયેલી ત્રણ દિવસીય રેફ્રિજરેશન અને કોલ્‍ડ ચેન પ્રદર્શની, રેફકોલ્‍ડ ઈન્‍ડિયા ૨૦૨૫માં સામેલ થયેલા નિષ્‍ણાતોએ જણાવ્‍યું કે, આ શાનદાર ટેકનોલોજી માટે નવીનતા શરૂ થઈ ગઈ છે અને તેની કેટલીક ઝલક આ પ્રદર્શનમાં પણ જોઈ શકાય છે, જ્‍યાં દક્ષિણ એશિયાના નેપાળ, શ્રીલંકાથી લઈને મિડલ ઈસ્‍ટની લગભગ ૨૦૦ કંપનીઓ સામેલ થઈ છે.

આ દરમિયાન ત્‍લ્‍ણ્‍ય્‍ખ્‍ચ્‍ (ઇન્‍ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્‍ડ એર કન્‍ડીશનિંગ એન્‍જિનિયર્સ) અને ઇન્‍ફોર્મા માર્કેટ્‍સ ઇન ઇન્‍ડિયા દ્વારા જણાવવામાં આવ્‍યું કે, ભારત સરકાર સતત કોલ્‍ડ-ચેન ઉદ્યોગને બૂસ્‍ટ કરી રહી છે. આ જ કારણ છે કે, તેને સનરાઇઝ સેક્‍ટર કહેવામાં આવી રહ્યું છે.

ભારત સરકારના બાગાયત વિભાગના સંયુક્‍ત સચિવ પ્રિયા રંજને જણાવ્‍યું હતું કે આજે ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો બાગાયતી ઉત્‍પાદક દેશ છે, જેની ઉત્‍પાદન ક્ષમતા લગભગ ૩૬૫ મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે પરંતુ લણણી પછીના ૧૫% નુકસાનને કારણે લગભગ ૧.૫ કરોડ મેટ્રિક ટનનો બગાડ થાય છે. જેના કારણે ખેડૂતો અને ગ્રાહકો ઉપરાંત ભારતીય અર્થતંત્રને મોટું નુકસાન થાય છે. મંત્રાલય અને NCCD આ સ્‍થિતિને બદલવા પર કામ કરી રહ્યા છે. સરકારનું લક્ષ્ય ૨૦૪૭ સુધી આ નુકસાનને ૫%થી નીચે લાવવાનું છે અને આ જ કારણ છે કે કોલ્‍ડ ચેન અને રેફ્રિજરેશનમાં નવી-નવી ટેકનોલોજી, નવીનતા વધારવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવી રહી છે.

રેફ્રિજરેશનના કારણે જલવાયુ અને પર્યાવરણને થતું નુકસાન રોકવા માટે એક્‍સપર્ટ અને ડેનફોસ ઇન્‍ડિયાના મધુર સહગલએ જણાવ્‍યું કે, એસી જેવી પ્રોડક્‍ટ્‍સના ફાયદા સાથે નુકસાન એ છે કે, તે ગરમ ગેસ બહાર છોડે છે અને પર્યાવરણ ગરમ થાય છે પરંતુ હવે નવી ટેકનોલોજી આ અસરને ઘટાડવા અને પર્યાવરણને બચાવવા તરફ કામ કરી રહી છે. ભારતમાં ગ્રીન હાઉસ ગેસ, પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્‍વોને ઘટાડવા માટે ૨૦૩૨નું લક્ષ્ય રાખવામાં આવ્‍યું હતું, પરંતુ સારી વાત એ છે કે આ પહેલાથી જ થઈ રહ્યું છે અને નવી ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી રહી છે જેનો ખૂબ જ સકારાત્‍મક પ્રભાવ પડે છે.

ઇન્‍ફોર્મા માર્કેટ્‍સ ઇન ઇન્‍ડિયાના મેનેજિંગ ડિરેક્‍ટર યોગેશ મુદ્રાસે જણાવ્‍યું કે, ખાદ્ય સુરક્ષા, સ્‍થિરતા અને આર્થિક વિકાસમાં મહત્‍વની ભૂમિકા ભજવતું કોલ્‍ડ ચેન સેક્‍ટર હવે ભારતની અર્થતંત્રનો મજબૂત આધાર બની ગયું છે જે ૨૦૨૪માં લગભગ ૧૦.૫ અબજ ડોલરનું હતું, આગામી આઠ વર્ષમાં ૭૪.૫ અબજ ડોલર સુધી પહોંચી જશે.

(11:04 AM IST)