<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ભવ્‍ય રોડ શોઃ ભાવેણાવાસીઓએ પુષ્‍પવર્ષા થકી નરેન્‍દ્રભાઇને આવકાર્યા

ભાવનગર :  ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઁસમુદ્ર સે સમળદ્ધિઁ કાર્યક્રમમાં ભાગ લેવા જતાં પહેલાં ભાવનગર એરપોર્ટથી સીધા મહિલા કોલેજ ખાતે પહોંચ્‍યાં હતા જ્‍યા હજારોની સખ્‍યામાં ઉપસ્‍થિત ભાવેણાવાસીઓએ ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્‍વાગત કર્યું હતું.

મહિલા કોલેજ સર્કલ થી રૂપાણી સર્કલ સુધી વડાપ્રધાનશ્રીએ કારમાં બેસીને ભવ્‍ય રોડ શો માં ઉપસ્‍થિત રહી ભાવેણાવાસીઓનું અભિવાદન ઝીલ્‍યું હતું. નગરજનોએ વડાપ્રધાનશ્રીના ઓવારણા લઈને વિકસિત ભારતના સ્‍વપ્નને મૂર્તિમંત કરવા માટે ભગવાન તેમને શક્‍તિ આપે તેવો ભાવ પ્રગટ કર્યો હતો. લોકોએ ઢોલ, નગારાના નાદ અને ફૂલોની વળષ્ટિ થી વડાપ્રધાનશ્રીને અભિવાદિત કર્યા હતાં.

રોડ શો દરમિયાન મહિલા કોલેજ ખાતે પરંપરાગત નળત્‍ય, આંબાવાડી ખાતે ૧૧ વર્ષ સુશાસનના થીમ પર વિકાસગાથા દર્શાવતી ગાથા, ગુડ્‍સ એન્‍ડ સર્વિસ, ધોલેરાસરના વિકાસની થીમ પરનો ટેબ્‍લો, અયોધ્‍યાનું પ્રતિકાત્‍મક રામ મંદિર, શિવોદય એપાર્ટમેન્‍ટ ખાતે વૈદિક ગાન, ઘોઘા સર્કલ ખાતે શહેરી વિકાસ વર્ષ થીમ પરનો ટેબ્‍લો, સી.એન.જી.શીપ કાર્ગો ટર્મિનલ દર્શાવતો ટેબ્‍લો, મીઠાવાળા બંગલા સામે આત્‍મનિર્ભર ભારત-સ્‍વદેશી અપનાવો થીમ પરનો ટેબ્‍લો, થિયોસોફિકલ લોજના ગેટ પાસે વંદે ભારત ટ્રેન અને જૈન સંપ્રદાયનો શેત્રુંજી પર્વત દર્શાવતો ટેબ્‍લો, રૂપાણી સર્કલ ખાતે ઓપરેશન સિંદૂર થીમ પર સ્‍કાઉટ ગાર્ડ દ્વારા કળતિ, માતળદેવો ભવઃ થીમ પર સીનિયર સિટિઝન મહિલાઓ દ્વારા ગરબો સહિતની ૧૫ જેટલી  વિવિધ કળતિઓ આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. દેશભક્‍તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્‍ટ્ર પ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્‍યું હતું.

વિવિધ ધર્મ, સમાજ અને સંસ્‍થાના લોકો વિવિધ વેશભૂષા, ચિત્રો તથા બેનરો લઈને વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા નાગરિકો રોડ શોમાં આતુર બન્‍યા હતાં. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભાવેણાના મહેમાન બનતાં ઉપસ્‍થિત સૌ કોઈ હરખઘેલા બન્‍યાં હતાં. (તસ્‍વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(1:17 PM IST)