<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

કાશ્મીરમાં સફરજનના ભાવ તૂટ્યા, ખેડૂતો ચિંતિત

 

જમ્મુ: કાશ્મીરમાં સફરજન ઉત્પાદકો માટે મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે (NH-44) પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાતા સફરજન ભરેલા સેંકડો ટ્રકો અટવાઈ પડ્યા હતા. જેના કારણે સફરજનના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.

સામાન્ય રીતે આ સમયે પ્રતિ પેટી ₹900 થી ₹1,300 માં વેચાતા સફરજનના ભાવ હવે ₹500 થી ₹700 પર આવી ગયા છે. શોપિયાંના એક બાગાયત ખેડૂત બશીર અહેમદએ જણાવ્યું કે, "અમને સસ્તા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. જો રાહ જોઈશું તો મોટું નુકસાન થઈ શકે છે કારણ કે માલ બગડી જવાનો ડર છે."

ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક બજાર સહાય, માલ ભાડામાં સબસિડી અને હાઈવે પરની અડચણો દૂર કરવા માટે ઝડપી પગલાં લેવાની માંગ કરી છે. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો હજારો ખેડૂત પરિવારો દેવામાં ડૂબી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

(2:47 PM IST)