<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની આવતીકાલે સોમવારે ગુજરાત મુલાકાત: નવરાત્રિના પ્રારંભ સાથે વિવિધ કાર્યક્રમોમાં હાજરી

આ મુલાકાત દરમિયાન રાજકોટમાં તેમની સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ મુલાકાત દરમિયાન રાજકોટમાં તેમની સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગ પર ૪ ડીસીપી, ૧૨ એસીપી, ૨૦ પીઆઈ, ૭૦ પીએસઆઈ સહિત કુલ ૧૬૬૦ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન્સ અને અન્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ રિસોર્સ સાથે સુરક્ષા બંદોબસ્તને મજબૂત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્યભરમાં નવરાત્રિના ગરબા કાર્યક્રમો માટે પોલીસે વિશેષ સુરક્ષા યોજના અમલમાં મૂકી છે, જેમાં શી ટીમ અને ફાયર સેફ્ટી ચેકિંગનો સમાવેશ થાય છે.

 

અમિતભાઈનો સોમવારનો કાર્યક્રમ

 

**કાર્યક્રમ ૧**

 સવારે ૧૦.૧૫ કલાકે - ઇસ્કોન મંદિરનો લોકાર્પણ સમારોહ - ન્યુ ઇસ્કોન વરાછા, આઇકોનિક સર્કલ, રિંગ રોડ કેનાલ, સુરત.

 

 **કાર્યક્રમ ૦૨**

 સવારે ૧૦.૩૦ કલાકે - ઇસ્કોન મંદિર વરાછા દ્વારા આયોજિત દાતાશ્રીઓનો સમ્માન સમારોહ - સંપદા ફેસ્ટિવિટી, રિંગ રોડ કેનાલ, સુરત.

 

 **કાર્યક્રમ ૦૩**

 બપોરે ૨.૦૦ કલાકે - શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ રાડિયાની પ્રતિમાનું અનાવરણ - રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., કસ્તુરબા રોડ, રાજકોટ.

 

**કાર્યક્રમ ૦૪**

 બપોરે ૨.૧૫ કલાકે - આરડીસી બેંક સહિત જિલ્લા કચેરીની ૭ સહકારી હું સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી મહાસંમેલન રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ

 

 **કાર્યક્રમ ૦૫**

 રાત્રે ૧૦.૧૫ કલાકે - જોધપુર વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિતિ - કલાઉડ ૯, પારસ કુંજ સોસાયટી-૧ની સામે, સેટેલાઇટ, અમદાવાદ.

 

 **કાર્યક્રમ ૦૬**

 રાત્રે ૧૦.૪૫ કલાકે - સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિતિ - વ્રજધામ એપાર્ટમેન્ટ ભાગ એક અને બે, ઉજાલા હોટેલ પાછળ, એસજી હાઇવે અમદાવાદ.

 

**કાર્યક્રમ ૦૭**

 રાત્રે ૧૧.૧૫ કલાકે - સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિતિ - ઓર્કિટ લેગેસી, શેલા રોડ અમદાવાદ આ મુલાકાત નવરાત્રિના પ્રારંભ સાથે જોડાયેલી છે, જેમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

 

આ મુલાકાતથી ગુજરાતમાં નવરાત્રિના ઉત્સવને વધુ ભવ્યતા મળશે તેવી અપેક્ષા છે. વધુ વિગતો માટે પોલીસ અને સરકારી વિભાગોના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખાસ તૈયાર કરવામાં આવી છે.

 

(2:24 PM IST)