હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st September 2025
12 ટકા જીએસટીવાળી વસ્તુઓ ટેક્સ ફ્રી અથવા તો 5 ટકા ટેક્સ સ્લેબમાં આવરી લેવાઈ: પીએમ મોદી
જીએસટી રિફોર્મ ભારતના કારોબારને આસાન બનાવશે. દરેક રાજ્યને વિકાસની દોડમાં બરાબરનો સાથી બનાવશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રીના આગલા દિવસે સાંજે પાંચ વાગે દેશને સંબોધતા કહ્યું કે, આઝાદ ભારતનુ સૌથી મોટુ ટેક્સ રિફોર્મ છે. સમય બદલાય છે દેશની જરૂરીયાત પણ બદલાય છે. દેશનુ વર્તમાન અને ભવિષ્યને જોતા આ નવા દર લાગુ થઈ રહ્યાં છે. હવે માત્ર 5 અને 18 ટકા જ રહેશે. રોજબરોજના વપરાશની વસ્તુ સસ્તી થશે. હવે ટેક્સ ફ્રિ અથવા તો પાંચ ટકા જ રહેશે. જે ચીજવસ્તુ પહેલા 12 ટકા ટેક્સ લાગતો હતો તેમાંથી 99 ટકા વસ્તુઓને પાંચ ટકામાં આવરી લેવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, જીએસટી રિફોર્મ ભારતના કારોબારને આસાન બનાવશે. દરેક રાજ્યને વિકાસની દોડમાં બરાબરનો સાથી બનાવશે. 2017માં જીએસટી રિફોર્મ માટે પગ માડ્યા ત્યારે નવા ઈતિહાસ રચવાની તૈયારી કરી હતી. દેશના વેપારીઓ અલગ અલગ ટેક્સની જાળમાં લપેટાયેલ હતો
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
