<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

દિવાળી પર શેરબજાર ખુલ્લું રહેશે: રોકાણકારોને શુભ દિવસે રોકાણ કરવાની સોનેરી તક આપશે

NSE અને BSE દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સમયનું આયોજન કરશે

મુંબઈ :દર વર્ષની જેમ આ વર્ષે પણ, NSE અને BSE દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સમયનું આયોજન કરશે. મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના તહેવાર અને નવા હિસાબી વર્ષ, સંવત 2082ની શરૂઆતને ચિહ્નિત કરે છે. તેવામાં વર્ષોના ઇતિહાસ પછી શેરબજારમાં પ્રથમ વખત પ્રથા બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પર શેરબજારમાં આ વખતે મુહર્ત ટ્રેડિંગનો સમય બદલાયો છે. 

 

આ દિવાળી પર શેરબજાર ખુલ્લું રહેશે, જે રોકાણકારોને આ શુભ દિવસે રોકાણ કરવાની તક આપશે. શેરબજાર NSE અને BSE 21 ઓક્ટોબર, મંગળવારના રોજ દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્રોનું આયોજન કરશે. દિવાળી પર શેરબજાર એક કલાક માટે ખુલ્લું રહેશે. દિવાળી સામાન્ય રીતે રજા હોય છે, પરંતુ આ તહેવાર પર શેરબજાર એક કલાક માટે ખુલ્લું રહેશે. દિવાળીના દિવસે, 21 ઓક્ટોબર, શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગ સત્ર માટે બપોરે 1:45 વાગ્યે ખુલશે અને બપોરે 2:45 વાગ્યે બંધ થશે. આનો અર્થ એ થયો કે મુહૂર્ત ટ્રેડિંગ એક કલાક માટે થશે. સ્ટોક એક્સચેન્જે એક પરિપત્રમાં આ માહિતી આપી છે.ગયા વર્ષે ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર સાંજે 6 થી 7 વાગ્યા સુધી યોજાયું હતું.

 

વર્ષોના ઇતિહાસ પછી શેરબજારમાં પ્રથમ વખત પ્રથા બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પર શેરબજારમાં આ વખતે મુહર્ત ટ્રેડિંગનો સમય બદલાયો છે. દિવાળી પર નિયમિત વેપાર માટે બજારો બંધ રહેશે, પરંતુ બપોરે એક કલાક માટે ખાસ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે. એક્સચેન્જોએ જાહેરાત કરી છે કે પ્રી-ઓપનિંગ સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે.

(7:25 PM IST)