ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
અમેરિકા સાથેના કરારની સમાપ્તિ બાદ પણ રશિયા પરમાણુ હથિયાર મર્યાદાઓનું પાલન કરશે
પુતિને અમેરિકાને રાહત આપતી જાહેરાત કરીઃ'રશિયા અને અમેરિકા વચ્ચેનો પરમાણુ હથિયાર સંબંધીત 'ન્યૂ સ્ટાર્ટ કરાર' ફેબ્રુ.માં સમાપ્ત થઈ રહ્યો છે

મોસ્કો, તા.૨૨
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'રશિયા અને અમેરિકા વચ્ચેનો પરમાણુ હથિયાર સંબંધીત 'ન્યૂ સ્ટાર્ટ કરાર' ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, જોકે તેમ છતાં અમે આ કરાર આગામી એક વર્ષ સુધી ચાલુ રાખીશું.' આમ રશિયાએ કરારનું પાલન કરવાનો નિર્ણય લીધો છે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને આજે સુરક્ષા પરિષદના સભ્યો સાથેની બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, જો ન્યૂ સ્ટાર્ટ કરાર સમાપ્ત થઈ જશે તો વૈશ્વિક સ્થિરતા પર નકારાત્મક અસર પડશે. તેમણે આશા વ્યક્ત કરી કે, અમેરિકા પણ આ કરારની મર્યાદાઓનું પાલન કરશે. આ કરાર પર આઠ એપ્રિલ-૨૦૧૦ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ પાંચ ફેબ્રુઆરી-૨૦૧૧ના રોજ અમલમાં આવ્યો હતો. ત્યારબાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવ વચ્ચે બેઠક યોજાયા બાદ કરારને ફેબ્રુઆરી-૨૦૨૧માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ મુદત ચોથી ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ સમાપ્ત થવાની છે.
આ કરાર હેઠળ બંને દેશો ૧૫૫૦થી વધુ પરમાણુ હથિયારો અને ૭૦૦થી વધુ મિસાઈલો તથા બોમ્બર્સ તૈનાત કરી શકતા નથી. આ કરારમાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવાની જોગવાઈ પણ સામેલ છે પરંતુ ૨૦૨૦થી આ પ્રક્રિયા નિષ્ક્રિય પડી છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને ફેબ્રુઆરી ૨૦૨૩માં કરારમાં રશિયાની ભાગીદારીને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, જ્યારે અમેરિકા અને તેના દ્ગછ્ર્ં સહયોગીઓએ યુક્રેન સામે લડી રહેલા રશિયાને હરાવવા માટે ખુલ્લેઆમ લક્ષ્ય જાહેર કર્યું છે, ત્યારે રશિયા અમેરિકાને તેના પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવા દેશે નહીં. મોસ્કોએ કહ્યું હતું કે, તેઓ કરાર સંપૂર્ણ છોડી દેવાના નથી, પરંતુ તેઓ પરમાણુ હથિયારોની નિર્ધારિત મર્યાદાનું સન્માન કરવાનું ચાલુ રાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
