News of Tuesday, 23rd September 2025
મિત્રની પત્નીના અશ્લીલ ફોટા બનાવી ગુજાર્યો બળાત્કાર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ભયાનક દુરુપયોગ

નવી દિલ્હી,તા.૨૩: દિલ્હીના લાહોરી ગેટ વિસ્તારમાં, એક વ્યક્તિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો ઉપયોગ કરીને એક મહિલાના અશ્લીલ ફોટા બનાવ્યા, તેના પર બળાત્કાર કર્યો અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. આરોપીએ ફોટા વાયરલ કર્યા બાદ, પીડિતાએ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે જ્ત્ય્ નોંધી છે અને આરોપી, તેની માતા અને બહેનની શોધ કરી રહી છે. મહિલાનો આરોપ છે કે અનીસની માતા અને બહેન પણ બ્લેકમેલમાં સામેલ હતા. પીડિતાએ જણાવ્યું હતું કે તેણે વીડિયો અને ફોટાનો ઉપયોગ કરીને તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. જ્યારે પીડિતાના પતિને તેની પત્નીનો ફોટો મળ્યો, ત્યારે તેણે તેની પૂછપરછ કરી. આખો મામલો પ્રકાશમાં આવતાં, તેણે FIR નોંધાવવા કહ્યું.
અહેવાલો અનુસાર, ૩૦ વર્ષીય પીડિતા તેના પરિવાર સાથે લાહોરી ગેટ વિસ્તારમાં રહે છે. તેના પતિનો ડ્રાઈ ફ્રૂટ્સનો વ્યવસાય છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેના પતિનો મિત્ર, અનીસ સિદ્દીકી, વારંવાર તેના ઘરે આવતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન અનીસે તેની સાથે એક ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ તેણે આ ફોટોને વાંધાજનક ફોટો અને વીડિયોમાં રૂપાંતરિત કરવા માટે એઆઈ નો ઉપયોગ કર્યો.
પીડિતાએ જણાવ્યું કે આ વર્ષના જૂન મહિનામાં, આરોપી તેના પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવ્યો હતો. તેણે એઆઈ નો ઉપયોગ કરીને બનાવેલા ફોટા અને વીડિયો બતાવ્યા. તેણે મહિલાને વીડિયો વાયરલ કરવાની અને તેના પતિ પાસેથી છૂટાછેડા લેવાની ધમકી આપીને બ્લેકમેલ કર્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો.
મહિલાનો આરોપ છે કે અનીસની માતા અને બહેન પણ બ્લેકમેલમાં સામેલ હતા. પીડિતાએ જણાવ્યું હતું કે તેણે વીડિયો અને ફોટાનો ઉપયોગ કરીને તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. પછી, તેણે પાંચ લાખ રૂપિયા અને ૧૦૦ ગ્રામ સોનાના દાગીનાના બદલામાં તેને એકલી છોડી દેવાનું વચન આપ્યું હતું.
પીડિતાએ આરોપીની માગણી પૂરી કરી, પરંતુ આ પછી પણ, આરોપીએ સપ્ટેમ્બરમાં પીડિતાના એઆઈ દ્વારા બનાવેલા વીડિયો અને વાંધાજનક ફોટા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યા.
જ્યારે પીડિતાના પતિને તેની પત્નીનો ફોટો મળ્યો, ત્યારે તેણે તેની પૂછપરછ કરી. આખો મામલો પ્રકાશમાં આવતાં, તેણે જ્ત્ય્ નોંધાવવા કહ્યું.
પતિ તરફથી સમર્થન મળ્યા બાદ, પીડિતાએ દિલ્હીના લાહોરી ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી અનીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. SI અવંતિ રાનીની ટીમ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. હજી સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.(૪૦.૬)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
