News of Tuesday, 23rd September 2025
મારો પતિ મને હંમેશા એવું કહે છે કે તારા જેવી તો ૩૦૦-૩૦૦ રૂપિયામાં વેચાય છે
રડતાં-રડતાં પત્ની પોલીસ સ્ટેશનમાં જઈ પતિની પોલ ખોલી

હાથરસ તા.૨૩: પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય વાત છે, પણ જો આપને જો આ સંબંધમાં વારંવાર નમતું જોખવા માટે કહેવામાં આવે તો કેવું લાગશે? આવો જ એક અજબ-ગજબ મામલા સામે આવ્યા છે ઉત્તર પ્રદેશના હાથરસમાંથી. અહીં એક પત્ની હાથરસ ચોકીએ પહોંચી.ત્યાં તેણે પોલીસને જણાવ્યું કે, મારો પતિ મને હંમેશા એવું કહે છે કે તારા જેવી તો ૩૦૦-૩૦૦ રુપિયામાં વેચાય છે.
મહિલાનો પતિ મથુરામાં રહે છે, જ્યારે મહિલાનું પિયર હાથરસમાં છે. પતિના પરિવારથી કંટાળીને પત્ની રડતાં રડતાં પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને જણાવ્યું કે મારા પતિને કેટલીય મહિલાઓ સાથે આડા સંબંધ છે. મને સાસરિયાવાળા દહેજ માટે ટોર્ચર કરે છે. આરોપ છે કે પતિ હંમેશા પત્નીને કહે છે કે તારા જેવી ૩૦૦-૩૦૦ રુપિયામાં બહુ વેચાય છે, હું તને નહીં રાખું.
જો કે પત્નીએ સંબંધ બચાવવાની ઘણી કોશિશ પણ કરી, પણ સાસરિયાના લોકોએ તેને ઘરમાંથી કાઢી મુકી. એટલું જ નહીં તેની સાથે ઘણી વાર ડોક પકડીને ધોકા વડે મારપીટ પણ કરી. હવે આ મામલામાં દહેજ ઉત્પીડન તથા ઘરેલૂ હિંસાનો કેસ નોંધી મહિલા પોલીસ તેમાં તપાસ કરી રહી છે. .
આપને જણાવી દઈએ કે, કોતવાલી હાથરસ જંક્શન વિસ્તારના એક ગામની રહેવાસી યુવતીના લગ્ન એક વર્ષ પહેલા મથુરા જિલ્લાના ફરહ વિસ્તારના એક ગામના યુવક સાથે થયા હતા. પિતાએ લગ્નમાં લગભગ ૧૨ લાખનો ખર્ચો કર્યો હતો. લગ્નમાં આપેલા દાન દહેજથી સાસરિયાના લોકો ખુશ નહોતા. આરોપ છે કે પતિના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ છે. પત્ની સાથએ અપ્રાકૃતિક સંબંધ બનાવે છે. પત્ની વિરોધ કરે છે અને ઘરમાં ખાવાનું નથી આપતા. કેટલાય દિવસ સુધી ભૂખ્યા રાખે છે.
પીડિતાએ કહ્યું હતું કે મે હંમેશા સંબંધ બચાવવાની કોશિશ કરી, પણ આ લોકોને ટોર્ચર ખતમ થવાનું નામ જ નથી લેતો. મેં ઘણી વારો શરુઆતમાં ઈગ્નોર પણ કરી. લાગ્યું કે પતિ સુધરી જશે. પતિ તો પતિ, સાસરિયામાં બાકીના લોકોએ ક્યારેય મને સપોર્ટ નથી કરતા. જ્યારે પણ તેમને કંઈ કહો વાત દહેજને લઈને થવા લાગે. કહે છે કે વધારે દહેજ જોઈએ. મેં તેમને કહ્યું કે મારા પપ્પા આટલા પૈસા નહીં આપી શકે. પણ તેમને કોઈ ફરક નથી પડતો.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
