<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પ્રતિષ્ઠિત ‘‘આચાર્ય તુલસી સમ્‍માન'' પદ્મભૂષણ રજત શર્માને મળશે

રવિવારે યોજાશે કાર્યક્રમઃ ગુજરાતના રાજ્‍યપાલના હસ્‍તે સન્‍માન : આ વર્ષનું પ્રતિષ્ઠિત ૧૬મું ‘‘આચાર્ય તુલસી સમ્‍માન'' પદ્મભૂષણ રજત શર્માને આપવામાં આવશે

નવી દિલ્‍હી,તા.૨૩: ગુજરાતના રાજ્‍યપાલ મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રત ના હસ્‍તે આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાન્નિધ્‍યમાં તેમને આ સમ્‍માન આપવામાં આવશે. સમ્‍માન સમારોહ નું આયોજન રવિવાર ૨૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ વાગ્‍યે આચાર્ય મહાપ્રજ્ઞ ચાતુર્માસ પ્રવાસ સ્‍થળ, પ્રેક્ષા વિશ્વ ભારતી, પરિસર, કોબા, ગાંધીનગરમાં કરવામાં આવશે.

સમારોહમાં કેન્‍દ્રીય મંત્રીઓ, ગણમાન્‍ય વિધાયકો, વરિષ્ઠ પત્રકાર, રાજનેતા, સાહિત્‍યકાર વિગેરે ઉપસ્‍થિત રહેશે.

આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્‍યક્ષ રાજકુમાર પુગલિયાના જણાવ્‍યા મુજબ માનવીય મૂલ્‍યોની પ્રતિષ્ઠા ને સમર્પિત, સકારાત્‍મક પત્રકારિતા માટે આપવામાં આવનારું આ સમ્‍માન છેલ્‍લાં ૧૨ વર્ષ થી દેશના પ્રતિષ્ઠિત પત્રકારો૭ને આપવામાં આવ્‍યું છે. સમ્‍માન સ્‍વરૂપ ૧ લાખ રૂપિયા, પ્રશસ્‍તિ પત્ર, શોલ અને શ્રીફળ આપવામાં આવે છે.

આચાર્ય તુલસી-મહાપ્રજ્ઞ વિચાર મંચ અણુવ્રત ના માનવીય મૂલ્‍યોં અને સિદ્ધાંતો ના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત દેશ ની એક પ્રમુખ સંસ્‍થા છે. મંચનું ઉદ્દેશ્‍ય નૈતિક મૂલ્‍યો પર આધારિત ધર્મ, વર્ણ અને જાત-પાતના ભેદભાવ થી દૂર માવનીય સમાજના નિર્માણ માં સહાયક થવું છે. મંચ પ્રેક્ષાધ્‍યાન-જીવન દર્શનના માધ્‍યમથી માનવ મૂલ્‍યોંના સકારાત્‍મક પક્ષોને સમૃદ્ધ કરવાના કાર્યોને વિસ્‍તાર આપી રહ્યું છે. મંચ આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજી દ્વારા પ્રવર્તિત અણુવ્રત આંદોલન, અહિંસા-યાત્રા, જીવન વિજ્ઞાન અને સિદ્ધાંતોના અનુરૂપ જીવન યાપનના અવસરોના નિર્માણની પ્રક્રિયાને પ્રોત્‍સાહિત કરવામાં સંલગ્ન છે.

મંચે આ પૂર્વે જે વિભૂતિઓને સન્‍માનિત કરી છે, જેમાં (૧) શ્રી વિશ્વનાથ સચદેવ પૂર્વ સંપાદક - નવભારત ટાઈમ્‍સ અને ધર્મયુગ (હિન્‍દી), વર્તમાન સંપાદક  નવનીત (૨) સ્‍વ.ડો. શ્રી રામમનોહર ત્રિપાઠી, પૂર્વ મંત્રી મહારાષ્ટ્ર, સાહિત્‍યકાર-પ્રકાશક (૩) શ્રી નંદકિશોર નૌટિયાલ પૂર્વ સંપાદક બ્‍લીટ્‍ઝ (હિન્‍દી) અને વર્તમાન સંપાદક - નૂતન સવેરા (૪) શ્રી બાલકવિ બૈરાગી, કવિ-લેખક અને રાજનેતા (૫) શ્રી ગુલાબ કોઠારી, સંપાદક - રાજસ્‍થાન પત્રિકા (૬) શ્રી રમેશચંદ્ર અગ્રવાલ, દૈનિક ભાસ્‍કર ગ્રુપ ના સંપાદક (૭) સ્‍વ. શ્રી ડો. કન્‍હેયાલાલ નંદન - વિખ્‍યાત સાહિત્‍યકાર, પત્રકાર, લેખક અને કવિ (૮) શ્રી સચીન્‍દ્ર ત્રિપાઠી - વરિષ્ઠ પત્રકાર અને પૂર્વસંપાદક- નવભારત ટાઈમ્‍સ, મુંબઈ (૯) શ્રી જગદીશચંદ્રજી (Head ETV News Hindi અને Urdu) (૧૦) સ્‍વ. શ્રી ભૂપતભાઈ વડોદરિયા  વરિષ્ઠ ગુજરાતી પત્રકાર (૧૧) શ્રી હરિવંશજી સદસ્‍ય રાજ્‍યસભા અને પ્રધાન સંપાદક - પ્રભાત ખબર દૈનિક સમાચાર પત્ર, રાંચી (૧૨) દૈનિક ભાસ્‍કરને ગ્રુપ એડિટર શ્રી પ્રકાશજી દૂબે (૧૩) પદ્મશ્રી કુમારપાલભાઈ દેસાઈ (૧૪)શ્રી દીક્ષિતજી સોની (૧૫) શ્રી મનીષ બરડીયા નો સમાવેશ થાય છે. મંચ ચિકત્‍સા, શિક્ષા, સમાજ સેવાના ક્ષેત્રમાં પણ સક્રિય ભાગ ભજવે છે

(11:46 AM IST)