News of Tuesday, 23rd September 2025
સ્વિગીએ રેપિડોમાં રહેલો પોતાનો હિસ્સો વેચ્યો: ૨,૪૦૦ કરોડ રૂપિયાનો જંગી સોદો
રેપિડોને નવા રોકાણકારો મળવાથી તેના વિસ્તરણની યોજનાઓને વેગ મળવાની શક્યતા

ફૂડ ડિલિવરી ક્ષેત્રની દિગ્ગજ કંપની સ્વિગીએ રાઇડ-હેલિંગ કંપની રેપિડોમાં રહેલો પોતાનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. સ્વિગીના બોર્ડે પ્રોસસ અને વેસ્ટબ્રિજ કેપિટલને રૂપિયા બે હજાર ચારસો કરોડમાં આ હિસ્સો વેચવાની મંજૂરી આપી દીધી છે.
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ સોદાની જાણકારી આપી હતી. આ સોદાથી સ્વિગીને તેના મુખ્ય બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
બીજી તરફ, રેપિડોને નવા રોકાણકારો મળવાથી તેના વિસ્તરણની યોજનાઓને વેગ મળવાની શક્યતા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
