લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
લગ્નબાહ્ય અફેર કંઈ ગુનો નથી પણ જેનાં લગ્ન તૂટયાં હોય તે પતિ કે પત્નીના પ્રેમી પાસેથી આર્થિક વળતર માગી શકે છે
દિલ્હી હાઈ કોર્ટે વ્યભિચારના મામલે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું...

નવી દિલ્હી,તા.૨૪: એક મહિલાએ પોતાના પતિના લગ્નબાહ્ય અફેરને કારણે પડેલી ભાવનાત્મક તકલીફોના મુદ્દે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. એમાં કોર્ટે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ નોટિસ આપી હતી જેથી એ વાતનો ફેંસલો થઈ શકે કે લગ્ન તૂટવાનું કારણ બીજી મહિલા છે કે નહીં. એના જવાબમાં પતિ અને તેની પ્રેમિકાએ દાવો કર્યો હતો કે લગ્નને લગતા મામલાની સુનાવણી ફેમિલી કોર્ટમાં કરવી જોઈએ, હાઈ કોર્ટમાં નહીં. આ મામલે દિલ્હી હાઈ કોર્ટના જાસ્ટિસ પુરુષેન્દ્ર કોરવે કહ્યું હતું કે ‘એક્સ્ટ્રામેરિટલ અફેર એ અપરાધ નથી. હા, વૈવાહિક વિવાદના મામલામાં છૂટાછેડા માટે એને આધાર બનાવી શકાય છે. એનાં પરિણામો ખતરનાક હોઈ શકે છે. કોઈ પણ પતિ કે પત્ની પોતાના સાથીના પ્રેમી પર કેસ કરીને પોતાનાં લગ્ન તોડવા બદલ અને અંગત પ્રેમને નુકસાન પહોંચાડવા બદલ આર્થિક વળતરની માગણી પણ કરી શકે છે.'દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું કે વ્યભિચારને લગતા કેસ સિવિલ કાનૂન સાથે જોડાયેલા છે એટલે એને ફેમિલી કોર્ટમાં નહીં પરંતુ સિવિલ કોર્ટમાં દાખલ કરવા જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
