<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વિકાસશીલ દેશો અનેક પડકારોનો સામનો કરી રહ્યો છેઃ જયશંકર

ᅠન્‍યુયોર્કમાં ઉચ્‍ચસ્‍તરીય બેઠકોને વિદેશ મંત્રીનું સંબોધન સમાન વિચારધારા વાળા વૈશ્વિક દક્ષિણના દેશોની હાઇલેવલ મીટીંગᅠ

 નવી દિલ્‍હીઃ તા.૨૪:ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ન્‍યૂયોર્કમાં વૈશ્વિક દક્ષિણ દેશોની બેઠકમાં કહ્યુ કે દુનિયા અનિヘતતાના સમયગાળામાંથી પસાર થઇ રહી છે, જે વિકાસ શીલ દેશો માટે ખાસ રીતે ચિંતાનુ કારણ છે.તેમણે કોરાના મહામારી, યુદ્ધ, જળવાયુ સંકટ અને આર્થિક અસ્‍થિરતાને હાલના સમયનો પડકાર બતાવ્‍યો છે.

 જયશંકરે કહ્યુ કે આવા સમયમાં બહુપક્ષવાદ જ સમાધાન છે. પરંતુ આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાઓ આજે ખુદ પોતે સંકટમાં છે અને સુધારાની સખત જરૂરી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્‍યૂયોર્કમાં સમાન વિચારધારા ધરાવતા વૈશ્વિક દક્ષિણ દેશોની ઉચ્‍ચ સ્‍તરીય બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે જણાવ્‍યું કે, અમે એવા અનિ?તિ સમયમાં મળી રહ્યા છીએ, જ્‍યારે વિશ્વની પરિસ્‍થિતિ સભ્‍ય દેશોમાં વધતી ચિંતાનું કારણ બની રહી છે. વૈશ્વિક દક્ષિણ, ખાસ કરીને ઘણા એવા પડકારોનો સામનો કરી રહ્યો છે જે આ દાયકાના પ્રારંભિક વર્ષોમાં વધુ વધી ગયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ પડકારોમાં કોરોના મહામારીના આઘાત, યુક્રેન અને ગાઝામાં બે મોટા યુદ્ધ, તીવ્ર હવામાન પરિવર્તન ઘટનાઓ, વેપારક્ષેત્રમાં અસ્‍થિરતા, રોકાણ પ્રવાહ અને વ્‍યાજ દરોમાં અનિ?તિતા અને સ્‍થિર વિકાસ લક્ષ્યો (SDGs) માટેના એજન્‍ડામાં નિષ્‍ફળતા જેવા મુદ્દાઓ સામેલ છે. સૌથી વધુ મહત્‍વની વાત એ છે કે, આંતરરાષ્‍ટ્રીય વ્‍યવસ્‍થામાં વિકાસશીલ દેશોના અધિકારો અને અપેક્ષાઓ જે અનેક દાયકાની મહેનતથી વિકસ્‍યા હતા એ પણ આજે પડકાર સામે છે. 

(3:24 PM IST)