હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખો જાહેર: ધોરણ 10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે
બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026ની વચ્ચે યોજાઈ શકે : આશરે 45 લાખ વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા આપશે.

નવી દિલ્હી : CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 2026માં 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ માટે એક ટેન્ટેટીવ ડેટ શીટ જાહેર કરી છે. આ ડેટ શીટ અનુસાર બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026ની વચ્ચે યોજાઈ શકે છે. CBSE મુજબ આશરે 45 લાખ વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા આપશે.
CBSEએ વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડે 24 સપ્ટેમ્બરે પોતાની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર કામચલાઉ સમયપત્રક બહાર પાડ્યું છે. આ વખતે પરીક્ષાઓ બે ભાગમાં લેવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શાળાઓ અને શિક્ષકોને પરીક્ષા માટે પૂરતો સમય આપવાનો છે. આ સમયપત્રક મુજબ, મુખ્ય પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે અને 15 જુલાઈ, 2026 સુધી ચાલશે.
મુખ્ય પરીક્ષા - ધોરણ 10 અને 12 ,રમતગમતના વિદ્યાર્થીઓની પરીક્ષા - ધોરણ 12,બીજી બોર્ડ પરીક્ષા - ધોરણ 10, પૂરક પરીક્ષા - ધોરણ 12
સમયપત્રક મુજબ આ વર્ષે આશરે 45 લાખ વિદ્યાર્થીઓ 204 વિષયમાં પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ 26 દેશમાં લેવામાં આવશે. મુખ્ય, માધ્યમિક અને પૂરક પરીક્ષાઓ માટે એક કામચલાઉ તારીખ પત્રક બહાર પાડવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસનું વધુ સારી રીતે આયોજન કરવામાં, શાળાઓને શૈક્ષણિક અને વહીવટી કાર્યોને સમાયોજિત કરવામાં અને શિક્ષકોને તેમની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ મળશે. દરેક વિષયની પરીક્ષાના આશરે 10 દિવસ પછી ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થશે અને 12 દિવસમાં પૂર્ણ થશે. શાળાઓ દ્વારા અંતિમ ઉમેદવારોની યાદી સબમિટ કર્યા પછી અંતિમ સમયપત્રક જાહેર કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે, 24 સપ્ટેમ્બરના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટેન્ટેટીવ ડેટ શીટ જાહેર કરી છે. CBSE બોર્ડ પરીક્ષા 2026માં બેસતા હાઈ સ્કૂલ અને ઈન્ટરમીડિયેટ વિદ્યાર્થીઓ CBSE ડેટ શીટ 2026 PDF સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે. આ સત્તાવાર સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
