<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વેન્ચુરા એરના ભૂતપૂર્વ સીઈઓ ₹૨.૩૩ કરોડની છેતરપિંડીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયા

આરોપ છે કે તેમણે કંપનીના ભંડોળનો દુરુપયોગ કર્યો: વધુ તપાસ ચાલુ : છેતરપિંડીના આંકડામાં વધારો થવાની સંભાવના

મુંબઈ: એર ચાર્ટર સેવા પૂરી પાડતી કંપની વેન્ચુરા એરકનેક્ટના ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકેય મણિની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પર ₹૨.૩૩ કરોડની છેતરપિંડીનો આરોપ છે. આર્થિક અપરાધ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 
આરોપ છે કે તેમણે કંપનીના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને છેતરપિંડીના આંકડામાં વધારો થવાની સંભાવના છે.


 


 

(11:09 PM IST)