<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

LOVE MAHADEV લખેલાં પોસ્‍ટરો લઈને રસ્‍તા પર ઊતરવાની તૈયારી

મુંબઈમાં મુસ્‍લિમોના I LOVE MUHAMMADના બેનર સામે હિન્‍દુઓની I LOVE MAHADEV આંદોલન કરવાની તૈયારી

મુંબઇ તા.૨૫: મુસ્‍લિમ સમુદાયે કાનપુરમાં મસ્‍જિદ અને રસ્‍તા પર I LOVE MUHAMMAD લખેલા પોસ્‍ટરો લગાવ્‍યાં હતાં. એના અનુસંધાનમાં પોલીસે અમુક લોકોની ધરપકડ કરી હતી. હવે આ આખી વાતનો વિરોધ કરવા માટે મુંબઈની મસ્‍જિદો અને રસ્‍તાઓ પર I LOVE MUHAMMAD લખેલાં પોસ્‍ટર્સ લગાવવાનું શરૂ થયું છે. એની સામે ઉત્તર પ્રદેશના હિન્‍દુઓની જેમ મુંબઈના હિન્‍દુઓ પણ ILOVE MAHADEV લખેલાં પોસ્‍ટરો લઈને રસ્‍તા પર ઊતરવાની તૈયારી કરી રહ્યા છે. બજરંગ દળે આ બાબતે કહ્યું હતું કે આવાં બેનરો અશાંતિ ફેલાવવા માટે મૂકવામાં આવ્‍યાં છે. કાશ્‍મીરમાં આવાં બેનરો લઈને ફરનારા લોકોનો પોલીસ પીછો કરે છે. તેથી અમને બેનરો સામે વાંધો નથી, પણ બેનરો મૂકવા પાછળના હેતુ બાબતે શંકા છે. બુધવારે સાંજે આરે કોલોનીના યુનિટ ૨૦માં હિન્‍દુઓએ ભેગા મળીને I LOVE MAHADEVનાં પોસ્‍ટરો લગાવવા અંગે વિચારણા કરવાનું નક્કી કર્યું હતું. (૩૮.૧૩)

(10:09 AM IST)