News of Thursday, 25th September 2025
સતત તેજી બાદ સોનામાં ૮૦૦ રૂા. અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઘટાડો
સોનાના ભાવ ઘટીને ૧,૧૬,૮૦૦ અને ચાંદીના ભાવ ૧,૩૮,૦૦૦ રૂા. થયા : બે દિવસમાં સોનામાં ૧૦ ગ્રામે ૧ર૦૦ રૂપીયા તૂટયા

રાજકોટ, તા., ૨૫ : બુલીયન માર્કેટમાં સતત તેજી બાદ સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. સોનામાં ૭૦૦ રૂા. અને ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૭૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૧૭,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૧૬,૮૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૭૦૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૧,૭પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૧,૬૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. તુટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૩૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૩૮,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૨૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે. બે દિ' પુર્વે સોનાના ભાવ ૧,૧૮,૦૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્યા બાદ ભાવો તૂટયા હતા. (૪.૧૪)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
