News of Thursday, 25th September 2025
ચોંકાવનારો વળાંક: 'બેડ્સ ઓફ બોલિવૂડ' વેબ સિરીઝ પર વિવાદ, સમીર વાનખેડેએ શાહરૂખ ખાન સામે ₹2 કરોડનો માનહાનિનો દાવો કર્યો!: નાણાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ માં કેન્સરના દર્દીઓની સારવાર માટે દાન આપવાની જાહેરાત પણ કરી
તેમના મતે, આ સિરીઝ ઈરાદાપૂર્વક તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી, ખાસ કરીને જ્યારે આર્યન ખાનનો કેસ હજી કોર્ટમાં પેન્ડિંગ છે.

નવી દિલ્હી,:
બોલિવૂડ અને કાયદાકીય જગતમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. IRS અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર વિવાદ શાહરૂખના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ વેબ સિરીઝ 'બેડ્સ ઓફ બોલિવૂડ' સાથે સંબંધિત છે.
કેસનો મુખ્ય આરોપ:
સમીર વાનખેડેનો આરોપ છે કે આ વેબ સિરીઝમાં તેમની અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓની નકારાત્મક અને ભ્રામક છબી રજૂ કરવામાં આવી છે. તેમના મતે, આ સિરીઝ ઈરાદાપૂર્વક તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી, ખાસ કરીને જ્યારે આર્યન ખાનનો કેસ હજી કોર્ટમાં પેન્ડિંગ છે.
વેબ સિરીઝમાં વાંધાજનક દ્રશ્યો:
વાનખેડેએ સિરીઝના એક ખાસ દ્રશ્ય સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેમાં એક પાત્ર 'સત્યમેવ જયતે' નો નારો લગાવ્યા પછી અશ્લીલ હાવભાવ (મધ્યમ આંગળી બતાવીને) કરે છે. તેમના મતે, આ કૃત્ય રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે અને કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
નુકસાનીનો દાવો:
આ કેસમાં સમીર વાનખેડેએ ₹2 કરોડના નુકસાનીની માંગણી કરી છે. તેમણે આ નાણાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ માં કેન્સરના દર્દીઓની સારવાર માટે દાન આપવાની જાહેરાત પણ કરી છે.
આ કિસ્સામાં દિલ્હી હાઈકોર્ટનો શું નિર્ણય આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
