<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

કેપી ઓલીનો પાસપોર્ટ સસ્પેન્ડ થવાની શક્યતા :દિગ્ગ્જ નેપાળી નેતાઓની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે

કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીના નેતૃત્વમાંv સરકારની એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના પ્રસ્તાવ મુકાયા

કાઠમંડુ : નેપાળના કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રમેશ લેખક અને અન્ય નેતાઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. શેર બહાદુર દેઉવા અને તેમની પત્ની અર્જુ દેઉવા સહિત અનેક ભૂતપૂર્વ પ્રધાનોની ગેરકાયદેસર સંપત્તિની તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તપાસ મની લોન્ડરિંગ તપાસ વિભાગને સોંપવામાં આવી છે.

નેપાળના કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીના નેતૃત્વમાં સરકારની એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રમેશ લેખક અને અન્ય અનેક નેતાઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગૃહ પ્રધાન ઓમ પ્રકાશ આર્યલએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શેર બહાદુર દેઉવા અને અર્જુ દેઉવા પર વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. વધુમાં, અગાઉની ઓલી સરકારના પ્રધાનો અને અન્ય પક્ષોના અગ્રણી નેતાઓને દેખરેખ હેઠળ રાખવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સુશીલા કાર્કી આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

કેબિનેટે પાછલી ઓલી સરકારના મંત્રીઓની ગેરકાયદેસર સંપત્તિની તપાસનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ તપાસ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. આમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમની પત્ની અર્જુ દેઉબા સહિત અનેક મંત્રીઓના ઘરમાંથી મળી આવેલી કરોડો રૂપિયાની બળી ગયેલી ચલણી નોટોનો કેસ પણ સામેલ છે. ભૂતપૂર્વ ઉર્જા પ્રધાન દીપક ખડકા સામે પણ તપાસ કરવામાં આવશે.

 

(8:48 PM IST)