<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

૪થી ઓક્‍ટો.થી બેન્‍કમાં ચેક નાખ્‍યો હશે તે દિવસે ખાતામાં જમા થઈ જશે

સાંજે ૪ વાગ્‍યા સુધીમાં જમા થનારા ચેક તે જ દિવસે પાસ થશે

મુંબઇ, તા.૨૬: આગામી ૪થી ઓક્‍ટોબરથી બેંકોની ચેક કલીયર- પડિયામાં મોટો બદલાવ આવી રહ્યો છે. જે મુજબ ૪થી ઓક્‍ટોબરથી બેન્‍કોમાં સેમ-ડે ચેક કલીયરન્‍સ કરવામાં આવશે. જેને લઈને આરબીઆઈ દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્‍યું છે. લોકોના ખાતામાં સેમ-ડે પેસા જમા થવાથી મોટી રાહત થશે. બીજી બાજુ જે જે તે તે દિવસે ખાતામાં નાણા આવવાથી ઉદ્યોગ-ધંધામાં પણ ઝડપથી રોટેશન થઈ શકશે.

વર્તમાન સમયમાં બે-કોમાં ચેક જમા કરાવ્‍યા બા બે દિવસે કલીયર થાય છે, કારણ હાવમાં બેન્‍કોમાં ચેક જમા થયા બાદ સહી-સિક્કા મારીને જે તે બેન્‍કની સર્વિસ ધાન્‍યમાં મોકલવામાં આવે છે. ત્‍યારબાદ સંબંધિત બેન્‍કને ચેકની ઈમેજ મોકલવામાં આવે છે અને આખી પક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત બેન્‍કની એપૂવલ મળતા ચેક પાસ થાય છે. જોકે, હવે બેન્‍કોને પણ આ ઝંઝટમાંથી મુક્‍તિ મળી જશે. આગામી ૪થી ઓક્‍ટોબરથી બેન્‍કો દ્વારા સેમડે ચેક ક્‍લીયરન્‍સ કરવામાં આવશે. ૪થી ઓક્‍ટોબરથી ફેઝ-૧માં શરૂ થનારી આ વ્‍યવસ્‍થા માટે બેન્‍કો દ્વારા તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ચેક સ્‍કેનિંગથી લઈને તમામ કામગીરી સેમડે કરવાની આખી પ્રક્રિયા જણાવવામાં આવી રહી છે.

ફેઝ-૨માં ૩ કલાકમાં ચેક ક્‍લીયર

સાઉથ ગુજરાત બેન્‍ક ઓફ બરોડા એમ્‍પ્‍લોઈઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ડી. એમ. ચાવડાએ જણાવ્‍યું હતું કે, સેમ-ડે ચેક પાસ થવાથી લોકોને મોટી રાહત થશે. આગામી ૪થી ઓક્‍ટોબરથી સવારે ૧૦:૦૦થી સાંજે ૪:૦૦ વાગ્‍યા દરમિયાન ચેક જમા કરનારા ગ્રાહકના ખાતામાં સાંજે ૭:૦૦ વાગ્‍યા સુધીમાં પૈસા જમા થઈ જશે. જ્‍યારે આગામી ૩જી જાન્‍યુઆરી, ૨૦૨થી શરૂ થનારા ફેઝ-રમાં ચેક જમા કરાવ્‍યા બાદ ફક્‍ત ત્રણ કલાકમાં ક્‍લીયર થઈ જશે. ગ્રાહકોને આ પ્રકારની ઉત્તમ સુવિધા મળવાથી વેસાનું રોટેશન ઝડપથી થશે. ગ્રાહકોને બે દિવસે મળતા પૈસા જે તે દિવસે મળી જવાને લીધે સમયસર ઉપયોગ પણ કરી શકશે

(1:20 PM IST)