News of Friday, 26th September 2025
૯૦ દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે
ગાંધીનગર કમલમ ખાતે સંયુકત પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ : દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ન ખરીદોઃ ભારત વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર બનશેઃ મેક ઈન ઈન્ડીયા - ડિજિટલ ઈન્ડીયાથી આપણે આયાતકારથી નિકાસકાર બન્યાઃ પટેલ-પાટિલ : મંત્રી મંડળના વિસ્તરણ અંગે બંનેનુ મૌન

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૬: ગાંધીનગર જિલ્લાના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ સ્વદેશી અભિયાનના ભાગરૂપે યોજાઈ છે. તેમજ ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી, ભાજપ -મુખ સહિત ભાજપના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ૨૫મી સપ્ટેમ્બર પંડિત દિનદયાળની જન્મજયંતિથી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૫ સુધી પૂર્વ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ સુધી આત્મનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનો છે.
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી , જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મુકયો હતો, તેમને જણાવ્યું કે, ૯૦ દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદો. આ અભિયાનના ઇન્ચાર્જ તરીકે પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઇ છે.
ગાંધીનગરના કોબા ખાતેના શ્રી કમલમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનો મુદ્દો સ્વદેશી અપનાવવાનો હતો. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે, સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને ૧.૭૦ લાખ કરોડનું થયુ છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે.
ગુજરાતના રાજકારણમાં લોકોના કાન જે સાંભળવા તરસી ગયા છે, તે પ્રશ્ન પૂછવા પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હસતા હસતા ટાળીને જતા રહ્યાં. આજે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મંત્રીમંડળના વિસ્તરણનો પ્રશ્ન પૂછાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ માત્ર સ્માઈલ આપી ઉભા થઇ ગયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આજે કમલમ કાર્યાલય પર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દેશમાં ૨૨ તારીખ થી અમલમાં આવેલા જીએસટી રિફોર્મસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવો ઝુંબેશ અંતર્ગત બંનેએ સંબોધન કર્યું હતું. જેમાં સરકાર અને સંગઠન સાથે મળી સ્વદેશી અપનાવોની મુહીમ તેજ કરવામાં આવશે તેવું જણાવાયું હતું.
સી.આર. પાટીલે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરાયું છે. દેશવાસીઓ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર આંદોલન શરૂ કરવામાં આવશે. આજે ૨ લાખ કરોડ મોબાઈલ સપ્લાય કરવામાં આવે છે. યુપીએ સરકારમાં ૧૫૦૦ કરોડના મોબાઈલ સપ્લાય કરવામાં આવતા હતા. ભાજપના કાર્યકરો સ્વદેશી અપનાવોના સ્ટીકર લગાવશે. ૧૦૦૦ થી સ્વદેશી મેળાનું આયોજન ૯૦ દિવસોમાં યોજવામાં આવશે.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, આત્મનિર્ભર અંગે વાત પીએમ મોદીએ મૂકી છે. ૨૫ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ થવાનો છે. ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતગર્ત હર ઘર સુધી પહોંચાડીશું. સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવામાં માટેનો આગ્રહ રાખે. જેમાં ભારતનો પરિશ્રમ હોય તે સ્વદેશી અપનાવે. દરેક દુકાનદારે દુકાન બાહર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ. દેશવાસીઓ સ્વદેશી અભિયાન સાથે જોડીને આંદોલન જન આંદોલન પ્રયાસ થઈ રહ્યો છે. ૯૦ દિવસ આ અભિયાન ચાલશે. લોકલ ફોર મંત્ર થકી ખાદીના વેચાણ ગ્રોથ થયો હતો. ૨ લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે. દેશમાં એરપોર્ટ અને રેલવે વિસ્તળતી કરણ થયું છે. રેલવેમાં દુઃખદ પ્રયાસ કરતા હતા તે હવે સુખદ પ્રવાસ થઈ રહ્યા છે. મુદ્દા યોજના ૩૨ લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. દેશનું ડિફેન્સ ૨૩ હજાર કરોડ જેટલું પહોચ્યું છે. સ્વદેશી મતલબ કોઈ વસ્તુઓ બહિષ્કાર નહી પરતું દેશમાં ઉત્પાદન પર ભાર મૂકયો છે. કાર્યકરો ઘરે ઘરે જઈને સ્વદેશી આપવાનો અંગેના સ્ટીકર લગાવશે.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી મોદી મેક ઈન ઈન્ડિયા હિમાયતી રહ્યા છે. ભારતમાં મોદીના નેતળત્વમાં અનેક આયામો સર કરી રહ્યું છે. આપણે વિશ્વની ત્રીજી અર્થવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત સાથે આગળ વધારી રહ્યા છે. દેશમાં બનતી ચીજવસ્તુઓ માટે કોલ આપ્યો છે. ભારત આજે અનેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ગુજરાત દેશમાં નિકાસમાં ૨૭ ટકા યોગદાન આપે છે. દેશના યુવાનો જોબ સિકર નહી જોબ ગીવર બની રહ્યા છે. એમએસએમઇ ને આ અભિયાન બુસ્ટ અપ મળવાનું છે. સ્થાનિક ગુણવતા સાથે આગળ વધારનારું છે. દેશમાં રમકડાં ઉદ્યોગ આયાત થતા હતા. આજે દેશ નિકાસ કરી રહ્યું છે. એમએસએમઈને ઝીરો દિફેક્ત મંત્ર આપ્યો છે. ડિજિટલ ઈન્ડિયા પણ ખૂબ જ મહત્વનું છે. ભારત આપને પ્રથમ હરોળમાં લાવવું છે. આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઇ રહી છે. સ્વદેશી અગ્રતા આપીને લોકો જોડાય તેવી અપીલ કરું છું. (રર.૧૯)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
