<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

નેતન્યાહુના ભાષણ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અનેક પ્રતિનિધિઓનું વિરોધ વોકઆઉટ, હોલ અર્ધો ખાલી થઈ ગયો

વોકઆઉટ કરવામાં મુખ્યત્વે અરબ, મુસ્લિમ અને આફ્રિકન દેશો હતા. કેટલાક યુરોપીયન દેશોના પ્રતિનિધિઓ પણ વિરોધમાં જોડાયા

ન્યુયોર્ક: સંયુક્ત રાષ્ટ્રસંઘની ૮૦મી સામાન્ય સભામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ભાષણ શરૂ થતાં જ અનેક પ્રતિનિધિઓએ વિરોધમાં વોકઆઉટ કર્યો. ન્યુયોર્ક ટાઇમ્સ, બીબીસી, અલ જઝીરા, રોઇટર્સ અને ધ ગાર્ડિયનન અહેવાલો મુજબ વોકઆઉટ કરવામાં મુખ્યત્વે અરબ, મુસ્લિમ અને આફ્રિકન દેશો હતા. કેટલાક યુરોપીયન દેશોના પ્રતિનિધિઓ પણ વિરોધમાં જોડાયા.
જોકે 'લગભગ આખું સંયુક્ત રાષ્ટ્રસંઘ વોકઆઉટ કરી ગયું' તેવો દાવો અતિશયોક્તિ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ૧૯૩ સભ્ય દેશો છે અને વોકઆઉટ કરનારા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ ૨૦ થી ૫૦ જેટલી હતી. જો કે, વીડિયો અને ફોટા પરથી હોલ અર્ધો ખાલી દેખાતો હતો અને કેટલાક પ્રતિનિધિઓએ હુરિયો પણ બોલાવેલ . હમાસે આ વોકઆઉટને ઇઝરાયલન 'અલગતાવાદ' તરીકે વર્ણવ્યું.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે નેતન્યાહુનું નામ જાહેર થતાં જ પ્રતિનિધિઓ હોલમાંથી બહાર જવા લાગ્યા. યુટ્યુબ પર અનેક ચેનલ્સ જેમ કે ગાર્ડિયન ન્યૂઝ, એસોસિએટેડ પ્રેસ અને અલ જઝીરાએ આ વીડિયો અપલોડ કર્યા છે, જેમાં વોકઆઉટના દૃશ્યો સ્પષ્ટ છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ આ વીડિયો વાયરલ થયા છે, જ્યાં વપરાશકર્તાઓએ ઇઝરાયલની ગાઝા કાર્યવાહી વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો.
નેતન્યાહુએ તેમના ભાષણમાં ગાઝામાં હમાસ વિરુદ્ધની કાર્યવાહીને યોગ્ય ગણાવી અને કહ્યું કે ઇઝરાયલે 'કામ પૂરું કરવું પડશે'. તેમણે પશ્ચિમી દેશોને પેલેસ્ટાઇનીયોને માન્યતા આપવા બદલ ટીકા કરી અને ઇરાન અને હમાસને નિશાન બનાવ્યા

(10:26 PM IST)