હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાયપુરમાં મોટી દુર્ઘટનાઃ સ્ટીલ પ્લાન્ટની છત તૂટી પડતાં ૬ કામદારોના મોત, ૬ ગંભીર રીતે ઘાયલ

રાયપુર તા.૨૭: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક ખાનગી સ્ટીલ પ્લાન્ટમાં બાંધકામ હેઠળનું માળખું તૂટી પડતાં છ કામદારોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય છ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
રાયપુરના ધારસીવા પોલીસ સ્ટેશન વિસ્તારના સિલાતારાના ગોદાવરી પાવર એન્ડ સ્ટીલ લિમિટેડમાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં એક પેલેટ-મેન્યુફેક્ચરિંગ યુનિટની છત તૂટી પડી હતી. આ સમયે સ્ટીલ પ્લાન્ટમાં ત્યારે ૧૨થી વધુ કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. જેની ભારે જાનહાનિ થવા પામી હતી. જેમાં ૬ કામદારોનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ૬ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
રાયપુરના એસએસપી લાલ ઉમેદ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે,સ્ટીલ પ્લાન્ટના કાટમાળ નીચે અન્ય કામદારો ફસાયા હોવાની પણ આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને નારાયણ હોસ્પિટલમાં અને ઘાયલોને દેવેન્દ્ર નગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.(૩૮.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
