News of Saturday, 27th September 2025
દીકરીને પહેલી વાર પીરિયડ શરૂ થયા તો પરિવારે ઉજવણી કરી
ઘરના પુરુષોએ તેના ચરણો પૈસા ચડાવીને માથે ટેકાવ્યાઃ તેને ગળે લગાવી પ્રેમ કર્યો

કાઠમડું તા.૨૭: દુનિયાના કેટલાય દેશ અને તેમના સમાજ એવા છે કે મહિલાઓને હંમેશા બેડીઓમાં ઝકડી રાખવા માગે છે. તેમની સાથે જોડાયેલી વસ્તુઓ ઢાંકીને રાખે છે, તેમને વધારે ખોલતા રોકે છે. આ જ કારણથી છોકરીઓ મોટી થતાં ખુદ પ્રાકૃતિક પ્રક્રિયાઓને પણ ખરાબ અને ખોટી માનવા લાગે છે. કંઈક આવું જ પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સાથે થાય છે. જ્યારે બાળકીઓને પહેલી વાર પીરિયડ્સ શરુ થાય છે, તો સૌથી પહેલા મા તેમની સાથે તેના વિશે વાત કરે છે અને કોઈને નહીં કહેવાની વાત જણાવી દેતી હોય છે. પિતા તો તેના વિશે કોઈ વાત જ નથી કરતા. પણ અમુક સમાજ એવો પણ છે, જ્યાં આ વસ્તુઓને સહજતાથી લેવામાં આવે છે અને બાળકીઓને પણ સહજ અનુભવ કરાવે છે. હાલમાં જ એક આવી જગ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘરની દીકરીને પીરિયડ્સ શરુ થયા તો આખા ઘરે મળીને તેને ઉજવણી કરી અને ઘરના પુરુષોએ તેના ચરણો પૈસા ચડાવીને માથે ટેકાવ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ યુઝર આયુષા નેપાળની રહેવાસી છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, તેને પીરિયડ્સ શરુ થઈ ગયા, જે બાદ તેના પરિવારે નેપાળી પરંપરા અનુસાર, ઉજવણી કરી અને તેને ગળે લગાવી પ્રેમ કર્યો. આ ઉપરાંત ઘરના પુરુષોએ તેના પગમાં પૈસા ચાડી અને પછી માથ પણ નમાવ્યું હતું.
આ વીડિયોની સૌથી પ્રેમાળ અને ખાસ વાત એ છે કે ઘરના મોટા વડીલો અને બાળકો પણ આ દરમ્યાન સામેલ હતા. પુરુષોએ આયુષાને ગળે લગાવી. બધા હસતા જોવા મળ્યા. આયુષા રડી પણ રહી હતી. પણ બધા સાથે પ્રેમથી મળી રહી હતી. ઘરના વડીલો પણ તેને પ્રેમ કરતા જોવા મળ્યા હતા. પછી રસમ અનુસાર, તેની આગળ ચાદર લઈને મહિલાઓ ઊભી હતી અને પછી પુરુષોએ તેના પગમાં પૈસા ચડાવ્યા અને પછી તેના ચરણોમાં માથું નમાવ્યું. આ ખૂબ જ ભાવુક કરનારી ક્ષણ હતી. બાદમાં આયુષા ઘરના એક બાળક સાથે રમતી દેખાઈ રહી છે.
આ વીડિયોને ૨ કરોડથી વધારે લોકોએ જોયો છે અને કેટલાય લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે આ કઈ જગ્યાએ થાય છે. જેના પર લોકોએ જણાવ્યું કે આ નેપાળનો વીડિયો છે. તો વળી એક યુઝરે કહ્યું કે, મારી મમ્મીએ કહ્યું હતું કે કોઈને કહેતી નહીં. એકે કહ્યું કે આ આખી ક્ષણ ખૂબ જ શુદ્ધ અને સન્માનજનક લાગી રહી છે. એકે કહ્યું કે, તમામ મહિલાઓને આટલી ઈજ્જત મળવી જોઈએ. એક યુઝરે કહ્યું કે આ જોઈને રડવું આવી ગયું.(૩૮.૨)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
