<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા વેચેલો માલ પરત આવે તો ૧૨% જીએસટી ચૂકવવો પડશે

સમયસર નાંણા ચુકવવામાં ના આવે અને વ્‍યાજ વસુલાય તો પાંચ ટકા લેખે જીએસટી

નવી દિલ્‍હી તા.૨૭: જીએસટીના દરમાં થયેલા ફેરફારોને કારણે અનેક વેપારીઓમાં ભારે અસમંજસની સ્‍થિતી ઉભી થઈ છે. કારણ કે વેપારીએ કોઇ પણ વસ્‍તુ ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા વેંચ્‍યો હોય અને તેના નાણા ૨૨ સપ્‍ટેમ્‍બર બાદ આવે તો, માલ પરત આવે તો તેવા કિસ્‍સામાં જયારે માલની બિલ બનાવ્‍યું હોય તે પ્રમાણે જ જીએસટીની વસુલાત કરવાની રહેશે. કોઈ સંજોગોમાં નાંણાની ચુકવણી કરવામાં આવી નહીં હોય અને તેના પર વ્‍યાજ અને દંડ લેવામાં આવે તો તે સમયે જે જીએસટીનો દર હોય તે વસુલ કરવાનો રહેશે. તેમાં પણ ખાસ કરીને ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા યાર્નની ખરીદી કરી હોય અને યાર્ન પરત ૨૨ સપ્‍ટેમ્‍બર બાદ આપવામાં આવે તો તેના માટે ૧૨ ટકા લેખે જ જીએસટી વસુલ કરવાનો રહેશે. તેમજ માલ પરત કરતી વખતે ૧૨ ટકા પ્રમાણે જ ક્રેડિટ નોટ પાછી આપવાની રહેશે.

જયારે વાર્ન ખરીદવામાં આવ્‍યા બાદ સમયસર ચુકવણી કરવામાં આવી નહીં હોય તેવા કિસ્‍સામાં મોડી ચુકવણી કરવા બદલ સામેવાળા વેપારી પાસેથી દંડ અને વ્‍યાજ વસુલ કરવામાં આવે તો તે સમયે ચાલતા જીએસટીના દર એટલે કે પાંચ ટકા પ્રમાણે જીએસટીની ચુકવણી કરવાની રહેશે. જોકે જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્‍યા બાદ ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલાના દર અને ત્‍યાર પછીના દરમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. હવે માલ જ્‍યારે વેચવામાં આવ્‍યો હોય ૨૨ સપ્‍ટેમ્‍બર પહેલા પરંતુ તેના નાંણા ૨૨ સપ્‍ટેમ્‍બર બાદમાં ચુકવવામાં આવે તો રીટર્ન ભરતી વખતે કેવી રીતે તેનો ઉલ્‍લેખ કરવો તે સહિતની બાબતની હજુ સુધી સીબીઆઇસી દ્વારા સ્‍પષ્ટતા કરવામાં આવી નથી. તેના કારણે વેપારીઓમાં ભારે અસમંજસની સ્‍થિતી જોવા મળી રહી છે. જોકે જીએસટીના જ કાયદામાં રહેલી જોગવાઈને ધ્‍યાને રાખવામાં આવે તો કલમ ૧૨(૬)માં એવું જણાવવામાં આવ્‍યું છે કે માલ ખરીદતી વખતે જે જીએસટીની ચુકવણી કરી હોય તે જ રકમ પરત કરતી વખતે આપવી પડતી હોય છે. જયારે વ્‍યાજ અને દંડ વસુલ કરવામાં આવે તેવા સંજોગોમાં બદલાયેલા દર પ્રમાણે જીએસટીની ચુકવણી કરવાની હોય છે.(૩૮.૧૯)

રીટર્ન ભરતી વખતે યોગ્‍ય સલાહ લેવી જોઇએ

હું જુએસની વખત મુખ રહે એટલે ઘરે એના મુએ સસ્‍ટોલ માલ પરત કે માલ ખરીદતી વખતે ચુકવેલો એટલે કે ૧૨ ટકા જીએસટી માલ પરત કરતી વખતે ગણવામાં આવે છે. જેથી માલ પરત આપવામાં આવે ત્‍યારે ૧૨ ટકા પ્રમાણેની જ ક્રેડિટ નોટ પરત આપવાની હોય છે. આ ઉપરાંત માલની ખરીદી કર્યા બાદ સમયમર્યાદામાં નાણાની ચુકવણી કરવામાં નહીં આવે તો તે સમયે ચાલતા જીએસટીના દર પ્રમાણે તેની વસુલાત થતી હોય છે. જેથી રીટર્ન ભરતી વખતે યોગ્‍ય સલાહ લઇને જ ભરવામાં આવે તો વેપારીઓમાં જીએસટીના દરમાં રહેલી અસમંજસ દૂર થઇ શકે તેમ છે.

(10:29 AM IST)