<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

લગ્ન પછી બાળકો થશે, આવા મુદ્દે જામીનની માગ નહીં અટકેઃ સુપ્રીમ

હત્‍યારા વિકાસ યાદવે લગ્ન બાદ કમાવા માટે જામીન માગ્‍યા : યુપીના બહુચર્ચીત નીતીશ કટારા હત્‍યાકાંડના વિકાસ યાદવની જામીન અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્‍હી તા.૨૭: બિઝનેસમેન નીતીશ કટારા હત્‍યાકાંડના દોષિત વિકાસ યાદવને સુપ્રીમ કોર્ટે લગ્ન માટે જામીન લંબાવી આપવાની ના પાડી દીધી હતી, સાથે જ ટકોર કરતા કહ્યું હતું કે આજે લગ્નનું બહાનું છે, કાલે બાળકો થશે, આ જામીન મેળવવાનો સિલસિલો શરૂ થયા પછી ક્‍યારેય પુરો નહીં થાય.

વર્ષ ૨૦૦૨માં નીતીશ કટારાની વિકાસ યાદવે હત્‍યા કરી નાખી હતી, આ હત્‍યાકાંડમાં વિકાસ યાદવને ૨૫ વર્ષની કેદની સજા ફટકારાઈ હતી. જેમાં તે ૨૩ વર્ષની સજા ભોગવી ચુક્‍યો છે. ૫૪ વર્ષીય વિકાસ યાદવે જામીન માટે કરેલી અપીલમાં દાવો કર્યો હતો કે પાંચ સપ્‍ટેમ્‍બરના રોજ મારા લગ્ન થયા છે, લગ્ન બાદના રિવાજ પુરા કરવા માટે નાણાની વ્‍યવસ્‍થા કરવા જામીન લંબાવી આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે જામીન લંબાવી આપવાની ના પાડી દીધી હતી. સાથે જ કહ્યું હતું કે આજે લગ્ન ખર્ચ માટે જામીન માગી રહ્યા છો કાલે બાળકો થશે. આ સિલસિલો નહીં અટકે.

ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા ડી. પી. યાદવની પુત્રી ભારતી યાદવ અને નીતીશ કટારા વચ્‍ચે પ્રેમ સંબંધ હતો. બન્નેની જાતિ અલગ હોવાથી પરિવારને આ પ્રેમ સંબંધ પસંદ નહોતો.

(11:23 AM IST)