તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
ચાંદીમાં વધુ ૧ર૦૦ રૂા.નો ઉછાળો ભાવ ૧,૪૬,૦૦૦ રૂા.ની નવી ટોચે
છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો

રાજકોટ, તા. ૨૬ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીએ તરખાટ યથાવત રહયો છે. મોડી રાત્રે ચાંદીમાં ૧૨૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવે ૧,૪૬,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડીરાત્રે વધુ ૧૨૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૪૪,૮૦૦ રૂા. હતા તે ૧૨૦૦ રૂા. વધીને ૧,૪૬,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી.
સતત તેજીને પગલે છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. ત્રણ દિવસ પહેલા ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૩૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૬,૦૦૦ રૂા. થયા છે.
જો કે સોનાના ભાવોમાં ખાસ વધઘટ ન હતી. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૧૭,૪૦૦ રૂા. રહયા હતા.
વિશ્વ માર્કેટમાં ઇન્વેસ્ટરોમાં સોના કરતા ચાંદીનુ આકર્ષણ વધતા અને ઇન્ડસ્ટ્રીયલ માંગના કારણે ચાંદીના ભાવમાં જબ્બર ભાવવધારો થઇ રહયો છે. આગામી દિવસોમાં ચાંદીમાં હજુ પણ નવી સપાટી જોવા મળશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
