<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

જુઓ સમાચારો ઉડતી નજરે...

* ગીર સોમનાથ: સુત્રાપાડામાં મેઘરાજાની બઘડાટી, સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસા

* ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવરાત્રિના વિકએન્ડમાં જળબંબાકાર 

* વિરમગામમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટર રીલનો વિવાદ, ધરપકડો થઈ: ટીવીનાઇન 

* ઝઘડિયા જીઆઈડીસીમાં ફરી આગ, નવદીપ કંપનીમાં આગ લાગી દોડધામ, આગ કાબુમાં

* દિલ્હીમાં કોંગ્રેસ નેતા લખપતસિંહ કટારીયાની સરેઆમ હત્યા, પ્રથમ બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા, હુમલાખોર ઓળખાઈ ગયા, સંપત્તિનો વિવાદ

* દિલ્લીના સીલમપુરમાં ધો.૧૦ના ૧૫ વર્ષના સગીર વિદ્યાર્થીની ૧૩ વર્ષીય સગીરે હત્યા કરી, ધરપકડ, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

* વિદેશ મંત્રી જયશંકર રાત્રે ૧૦ વાગ્યે યુનોની જનરલ એસેમ્બલીને સંબોધન કરશે

* પાકિસ્તાન લશ્કરે ખૈબર પખ્તુનખ્વામાં ૧૭ ટીટીપી બળવાખોરોને ઠાર માર્યા

* યુપીમાં આઈ લવ મોહમ્મદ વિવાદ, મૌલાના તોફિક સહિત ૧૩ની ધરપકડ

* ઈરાને ફ્રાન્સ, જર્મની અને યુકેમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા

* અંબાજી નજીક દાંતા ખાતે આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા

(7:29 PM IST)