News of Sunday, 28th September 2025
મારું હૃદય તૂટી ગયું છે, હું એક અસહ્ય, અવર્ણનીય પીડા અને દુઃખમાં છું :કરુર ભાગદોડ પર અભિનેતા વિજયની પ્રતિક્રિયા
ટીવીકે (તમિલનાડુ વેત્રી કઝગમ) ના વડા અને અભિનેતા વિજયે ટ્વીટ કર્યું કે હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું

તામિલનાડુના કરૂર માં રેલી દરમિયાન ભાગદોડમાં 36 લોકોએ જીવ ગુમાવ્યો છે અનેક લોકો ઘાયલ થયા છે, આ દરમિયાન કરુર ભાગદોડ પર, ટીવીકે (તમિલનાડુ વેત્રી કઝગમ) ના વડા અને અભિનેતા વિજયે ટ્વીટ કર્યું, "મારું હૃદય તૂટી ગયું છે, હું એક અસહ્ય, અવર્ણનીય પીડા અને દુઃખમાં છું જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
