તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 29th September 2025
ભારે કરીઃ દેખાવડી ભાભી પર ફીદા થઈ નણંદઃ બંને ઘરેથી ભાગી ગઈ
તમે ઘણી વાર દિયર અને ભાભી વચ્ચે પ્રેમ પ્રસંગના કિસ્સા સાંભળ્યા હશે, પણ જબલપુરમાં નણંદ અને ભાભી વચ્ચે પ્રેમ પ્રસંગનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો

જબલપુર તા.૨૯: જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તમે ઘણી વાર દિયર અને ભાભી વચ્ચે પ્રેમ પ્રસંગના કિસ્સા સાંભળ્યા હશે, પણ જબલપુરમાં નણંદ અને ભાભી વચ્ચે પ્રેમ પ્રસંગનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, મૈહર અમરપાટનના રહેવાસી આશુતોષ બંસે પોતાની મામાની દીકરી પર પોતાની પત્નીને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતે પોલીસ પાસે મદદ માગી છે. તેની સાથે જ પીડિતે એક વોટ્સએપ ચેટ પણ પોલીસને સોંપી છે, જે બંને વચ્ચેના સંબંધો સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
હકીકતમાં જોઈએ તો, મૈહર જિલ્લાના અમરપાટનના રહેવાસી આશુતોષ બંસલે વિસ્તારમાં રહેતી સંધ્યા સાથે ૭ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. વર્ષ ૨૦૨૨માં તે પત્ની સંધ્યાને લઈને ભણવા માટે જબલપુર આવ્યો. આશુતોષના ઘરે બેલબાગમાં રહેતી મામાની દીકરી માનસી હંમેશા આવતી જતી રહેતી. આશુતોષ અને સંધ્યાને ૫ વર્ષનો એક દીકરો પણ છે. માનસી અને સંધ્યા નણંદ-ભાભી થતા હતા. બંને કાયમ વાતો કરતી રહેતી. તે સાથે જ ઘરેથી બહાર ફરવા જતી હતી. જો કે આ દરમ્યાન આશુતોષને ક્યારેય બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રસંગમાં શંકા ન થઈ.
આશુતોષે જણાવ્યું કે, ૧૩ ઓગસ્ટની સવારે લગભગ ૫ વાગ્યે સંધ્યા ઘરેથી નીકળી ગઈ. આશુતોષે પત્ની સંધ્યાના ઘરેથી નીકળવાના સીસીટીવી ફુટેજ પણ પોલીસને આપ્યા હતા. પોલીસ કંટ્રોલ રુમમાં સીસીટીવી કેમેરા જોવામાં આવ્યા તો સંધ્યા રાંઝી તરફ જતી દેખાઈ. આશુતોષને વિશ્વાસ હતો કે સંધ્યા રાંઝીમાં છે, તો માનસીની સાથે જ હશે. એવું પણ શંકા હતી કે સંધ્યા બીજા દિવસે સવારે જબલપુરથી રીવા જતી પેસેન્જર ટ્રેનથી મૈહર જઈ શકે છે. તે સવારે ૬.૩૦ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યો તો ત્યાં સંધ્યા મળી.
આશુતોષે સંધ્યાને પૂછ્યું કે તે ક્યાં હતી, તો સંધ્યાએ કોઈ જવાબ આપ્યો નહીં. સંધ્યાએ કહ્યું કે, તેને અમરપાટનમાં રહેવું છે, જબલપુરમાં નથી રહેવું. ત્યાર બાદ આશુતોષ પત્ની અને દીકરાને લઈને અમરપાટન આવી ગયો. ત્યાર બાદ સંધ્યા એક અઠવાડીયા સુધી આશુતોષ સાથે રહી. ૨૨ ઓગસ્ટના રોજ તે મોબાઈલ મૂકીને ઘરેથી ભાગી ગઈ. આશુતોષે સાસરિયામાં જઈને જાણકારી આપી, પણ કંઈ જાણવા મળ્યું નહીં. તેણે સંધ્યાનો ફોન ચેક કર્યો તો સંધ્યા અને માનસીની ચેટ મળી, જેને વાંચી તેના હોશ ઉડી ગયા.
હાલમાં પીડિત પતિ આશુતોષે પત્ની સંધ્યા ગુમ થવાની ફરિયાદ મૈહર જિલ્લાના અમરપાટન અને જબલપુરના ધમાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને સ્ટેશનોની પોલીસ સંધ્યાને શોધી રહી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
