News of Monday, 29th September 2025
ભારતે પાક.ને ફરી તેની ઔકાત બતાવીઃ ૯મી વખત ચેમ્પિયન
એશિયા કપમાં ભારત-પાક. ત્રણ વખત ટકરાયા, ત્રણેય વખત ટીમ ઇન્ડિયાએ પાક.ને રગદોળ્યું : છેલ્લી ઓવર સુધી મેચ જામ્યો, જીતનો હીરો તિલક વર્મા અને કુલદીપ યાદવ રહ્યાઃ સંજુ સેમસન, શિવમ દુબેની જવાબદારભરી ઇનિંગ

નવી દિલ્હીઃ તિલક વર્માની શાનદાર અડધી સદી અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો. T૨૦ ફોર્મેટમાં આ તેમનો બીજો અને કુલ નવમો વિજય હતો. ભારતે પહેલા બોલિંગ કરતા પાકિસ્તાનને ૧૪૬ રનમાં ઓલઆઉટ કર્યું અને પછી બે બોલ બાકી રહેતા ૧૪૭ રનનું લક્ષ્યાંક હાંસલ કર્યો. તિલક વર્માએ ૫૩ બોલમાં અણનમ ૫૯ રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ ૨૨ બોલમાં ૩૩ રન બનાવીને પાંચમી વિકેટ માટે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
આ પહેલાં, કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું. ચાર ઓવરમાં ૩૦ રન આપીને ચાર વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી (૨/૩૦), અક્ષર પટેલ (૨/૨૬), અને જસપ્રીત બુમરાહ (૨/૨૫) એ પણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને સારી શરૂઆત કરી. સાહિબજાદા ફરહાન (૩૮ બોલમાં ૫૭) અને ફખર ઝમાન (૩૫ બોલમાં ૪૬) ની જોડીએ ૧૦ ઓવરથી ઓછા સમયમાં ૮૪ રન ઉમેરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો પરંતુ પછી પાકિસ્તાનનો ધબડકો થઈ ગયો. (૩૮.૨૩)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
