<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સુત્રાપાડામાં ૯, માંગરોળમાં ૭ાા ઇંચ વરસાદ ખાબકયો

વિદાય લેતા ચોમાસાએ નોરતામાં રમઝટ બોલાવી...: કપાસ, મગફળી સહિતના ઉભા પાકને નુકશાન : પાટણ- વેરાવળ ૬, કોડીનાર, ઉનામાં સાડા પ, તાલાલા પ, વિસાવદર, કલ્‍યાણપુર ૪, ખંભાળીયા, માળીયા હાટીના સાડા ૩ ઇંચ વરસાદ પડયોઃ સવારે પણ વાદળા યથાવત

પ્રથમ તસ્‍વીરમાં જામકંડોરણા અને બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ધોરાજીમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ મનસુખ બાલઘા (જામકંડોરણા), કિશોર રાઠોડ (ધોરાજી)

રાજકોટ તા.૨૯: ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. અને વિદાય લેતા ચોમાસાએ નવલા નોરતામાં રમઝટ બોલાવી છે જેના કારણે કપાસ, મગફળીના પાકને ભારે નુકશાન થયું છે. સોૈથી વધુ વરસાદ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં ૯ ઇંચ, જુનાગઢ જીલ્લાના માંગરોળમાં સાડા ૭ ઇંચ વરસાદ ખાબકયો છે.

આ ઉપરાંત પાટણ, વેરાવળમાં ૬ ઇંચ, કોડીનાર, ઉનામા સાઢા પ, તાલાલામાં પ, વિસાવદર, કલ્‍યાણપુરમાં ૪, ખંભાળીયા, માળીયા હાટીનામાં સાડા ૩ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગર, જેશર, સિહોર, પોરબંદર, રાણાવાવ, અંજાર, મુંદ્રામાં ૨ ઇંચ વરસાદ પડયો છે. જયારે લોધીકા જામકંડોરણા, ધોરાજીમાં પોણા ર ઇંચ, રાજકોટમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. સવારે માંગરોળ પંથકમાં જોરદાર ૩ ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું. આ સાથે બીજા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠના અન્‍ય વિસ્‍તારોમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસવાનું શરૂ થયું છે.

ચોમાસાની વિદાય સમયે રવિવારે બપોર બાદ અચાનક સોરઠ, સૌરાષ્‍ટ્રમાં વરસાદી માહોલ છવાયો હતો. સાંજથી હળવા ભારે ઝાપટા સાથે જુનાગઢ જિલ્લામાં ૨ થી ૪:૩૦ ઇંચ વરસાદ વરસી પડ્‍યો હતો. જેના કારણે ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ હતી.

આગોતરી આગાહી અનુસાર જ નવરાત્રી સાથે જ મેઘરાજાની પધરામણી થતાં આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૨ ઇંચ, વંથલી ૬૦ મીમી, જુનાગઢ ૪૫, વેચાણ ૭૦, વિસાવદર ૯૮, કેશોદ ૭૧, માંગરોળ સૌથી વધુ ૧૧૨ મીમી, માળીયાહાટીના તાલુકામાં ૫૫ મીમી તેમજ ગિરનાર પર્વત પર ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ શહેરમાં રાત્રે ૧૦ વાગ્‍યે પવન સાથે વરસાદ વરસી પડ્‍યો હતો જેના લીધે નવરાત્રીની મજા બગડી ગઈ હતી શહેરમાં થતી પ્રાચીન, અર્વાચીન ગરબીઓમાં સાતમા નોરતે રાત્રીના વરસેલા વરસાદે ખેલૈયાઓ અને બાળાઓને નિરાશ કર્યા હતા.

શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા પાર્ટી પ્‍લોટોમાં થતી મોટા ભાગની ગરબીઓ વરસાદના કારણે બંધ રહી હતી. ઝાંઝરડા રોડ વણઝારી જોબ નરસિંહ મહેતાના ચોરા ખલીપુર ચોકડી સહિતના વિસ્‍તારોમાં વરસાદ થતાં પ્રાચીન ગરબીઓ પણ બંધ રાખવાની ફરજ પડી હતી.

દરમિયાન આજે બીજા દિવસે પણ જુનાગઢ જિલ્લામાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. દરિયાઈ વિસ્‍તાર માંગરોળમાં સવારે પ્રારંભિક બે કલાકમાં ૭૦ મીમી વરસાદ થતાં માંગરોળ શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. સવારે ૬ થી ૮ના બે કલાકમાં ૭૦ મીમી વરસાદ પછી પણ મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ રાખતા જનજીવનને અસર થઈ હતી.

માંગરોળ ઉપરાંત કેશોદમાં વધુ ૧૨ મીમી એને ગિરનાર પર્વત પર વધુ ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.

દરમિયાન ભારે વરસાદની આગાહીના બદલે જુનાગઢ જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ, અધિકારીઓને હેડ ક્‍વાર્ટરમાં માં રહેવા સૂચના આપવામાં આવી છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ :.. ગઈકાલે રાત્રે ૧૦:૩૦ વાગ્‍યાના અરસામાં એન્‍ટ્રી કરતા આજ સવારના ૦૯ વાગ્‍યા સુધીમાં એટલે કે ૧૦થી ૧૧કલાક માં કુલ કુલ સવાચાર ઇચ વરસાદ પડેલ છે.

 રાત્રિના પવન સાથે એકાએક વરસાદ શરૂ થતા હાલ નવરાત્રી ઉત્‍સવ ચાલુ હોય. વરસાદના કારણે રંગમાં પડેલ ભંગ હતો. અને ચાલુ વરસાદમાં લોકો ઘરે દોડી ગયેલા હતા.

 દરમિયાન કંટ્રોલરૂમ નો સંપર્ક કરતા ગઈકાલ થી આજે સવાર ૭:૦૦ વાગ્‍યા સુધીમાં ૭૧ મી. મી. વરસ્‍યા બાદ સાત થી નવ દરમિયાન છેલ્લા બે કલાકમાં વધુ ૪૪ મી.મી.

 વરસાદ નોંધાતા સીઝનનો કુલ ૧૧૬૩ મી. મી. વરસાદ નોંધાયો છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :.. ધોરાજી શહેર અને પંથકમાં રવિવારે રાત્રિના સાતમા નોરતે મેઘરાજાએ અચાનક ભારે બેટિંગ કરતા ગાજ વીજ સાથે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાણા હતા અને સોમવાર વહેલી સવાર સુધી વરસાદ ચાલુ રહેલ જેમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો

નવરાત્રીમાં હંમેશા ઠંડીનું વાતાવરણ હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારે અસહ્ય બફારા બાદ નવરાત્રિના સાતમા નોરતે પણ મેઘરાજાએ અચાનક જ રાત્રિના સમયે ભારે બેટિંગ કરેલ જેમાં વીજળીના કડાકા અને ભારે ભવન સાથે વરસાદ આવતા સોમવારે વહેલી સવાર સુધીમાં બે ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો જેમાં ધોરાજી શહેર અને તાલુકા ની મોટાભાગની તમામ ગરબીઓ વરસાદની વિઘ્‍ન ને કારણે બંધ રહી હતી

સિઝનનો કુલ વરસાદ ૩૬ ઇંચ જેવો થઈ ગયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.૪, મહત્તમ તાપમાન ૩પ, ભેજનું પ્રમાણ ૯૮ ટકા, પવનની ગતિ ૮.૪ કિ. મી. રહી હતી.

જામકંડોરણા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા : ગત રાત્રીના નવ વાગ્‍યાથી વરસાદી માહોલ છવાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સતત મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. આ વરસાદ ૪ર મી. મી. (પોણા બે ઇંચ), પડયો હતો. આ વરસાદના લીધે ગરબીઓ બંધ રહી હતી. (૨.૧૦)

જુનાગઢ

માણાવદર  પ૦ મી. મી.

વંથલી             ૬૩ મી. મી.

જુનાગઢ    ૪૬ મી. મી.

ભેંસાણ             ૭૦ મી. મી.

વિસાવદર  ૯૮ મી. મી.

મેંદરડા             પ૩ મી. મી.

કેશોદ              ૮૩ મી. મી.

માંગરોળ   ૧૮ર મી. મી.

માળીયા હાટીના    ૮૬ મી. મી.

ગીર સોમનાથ

ગીર ગઢડા ૮૦ મી. મી.

તાલાલા    ૧ર૪ મી. મી.

પાટણ-વેરાવળ     ૧૪૬ મી. મી.

સુત્રાપાડા   ર૧૬ મી. મી.

કોડીનાર    ૧૩૦ મી. મી.

ઉના        ૧૩૮ મી. મી.

     દેવભૂમિ દ્વારકા

દ્વારકા              ૩૩ મી. મી.

ખંભાળીયા  ૮૯ મી. મી.

કલ્‍યાણપુર  ૧૦૧ મી. મી.

ભાણવડ    પ૮ મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા    ૬૩ મી. મી.

બાબરા             ૭પ મી. મી.

લાઠી               ર૩ મી. મી.

લીલીયા    રપ મી. મી.

અમરેલી    ૭૧ મી. મી.

બગસરા    ૭ર મી. મી.

ધારી               પ૭ મી. મી.

સાવરકુંડલા ૪૯ મી. મી.

ખાંભા              ૪૭ મી. મી.

જાફરાબાદ  પ૧ મી. મી.

રાજૂલા             પ૪ મી. મી.

ભાવનગર

વલ્લભીપુર ૧૦ મી. મી.

ઉમરાળા    ૧૮ મી. મી.

ભાવનગર  ૪૧ મી. મી.

ઘોઘા              ૩૧ મી. મી.

શિહોર              પ૧ મી. મી.

ગારીયાધાર ૩૮ મી. મી.

પાલીતાણા ૩૧ મી. મી.

તળાજા            ર૦ મી. મી.

મહુવા              ૭૧ મી. મી.

જેશર              પ૩ મી. મી.

પોરબંદર

પોરબંદર   પ૦ મી. મી.

રાણાવાવ   ૪૬ મી. મી.

કુતિયાણા   ૩૦ મી. મી.

કચ્‍છ

અંજાર             ૪૪ મી. મી.

ગાંધીધામ  ૩૮ મી. મી.

ભચાઉ             ર૪ મી. મી.

ભુજ        ૧૯ મી. મી.

મુંદ્રા        ૪ર મી. મી.

માંડવી             ૩૦ મી. મી.

રાપર              ૪ મી. મી.

રાજકોટ

પડધરી            ૧૦ મી. મી.

રાજકોટ     રર મી. મી.

લોધીકા            ૪૩ મી. મી.

કોટડાસાંગાણી      ૩૦ મી. મી.

જસદણ     ૩ર મી. મી.

ગોંડલ              ૩ર મી. મી.

જામકંડોરણા        ૪ર મી. મી.

ઉપલેટા            ૩૯ મી. મી.

ધોરાજી             ૪ર મી. મી.

જેતપુર             ર૯ મી. મી.

વિંછીયા    ર૦ મી. મી.

મોરબી

માળીયામિંયાણા    ૪૦ મી. મી.

મોરબી             ર૪ મી. મી.

ટંકારા              ૧૭ મી. મી.

વાંકાનેર    ૧૭ મી. મી.

હળવદ             ૧૧ મી. મી.

જામનગર

જોડીયા            ર૪ મી. મી.

ધ્રોલ               ૩૮ મી. મી.

કાલાવડ    ૧પ મી. મી.

લાલપુર    ૩૮ મી. મી.

જામજોધપુર        ૧પ મી. મી.

જામનગર  પ૪ મી. મી.

     સુરેન્‍દ્રનગર   

ધ્રાંગધ્રા            ર૯ મી. મી.

દસાડા             ૧પ મી. મી.

લખતર            ૩૪ મી. મી.

વઢવાણ    ર૮ મી. મી.

મુળી               ર૮ મી. મી.

ચોટીલા     ૩૮ મી. મી.

સાયલા            ૩૦ મી. મી.

ચુડા        ૩ર મી. મી.

લીંબડી             ૬ મી. મી.

થાગનાઢ   ર૪ મી. મી.

બોટાદ

બોટાદ             ૩ર મી. મી.

ગઢડા              ૧ર મી. મી.

રાણપુર        ૧૪ મી. મી.

બરવાળા      ૧૦ મી. મી.

 

(11:07 AM IST)