News of Monday, 29th September 2025
સોનામાં વધુ ૧ર૦૦ ચાંદીમાં ર૪૦૦ રૂા.નો ઉછાળો
સોનુ (૧૦ ગ્રામ) ના ભાવ ૧,૧૮,૮૦૦ અને ચાંદી ૧,૪૮,૪૦૦ની નવી ટોચે

રાજકોટ, તા., ર૯: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે સોના-ચાંદીમાં તેજીનો તરખાટ જારી રહયો છે. આજે સોનામાં વધુ ૧૨૦૦ અને ચાંદીમાં ર૪૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવે નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૧૨૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૧૭,૬૦૦ રૂા. હતા તે ૧૨૦૦ રૂા. વધીને આજે બપોરે ર વાગ્યે ૧,૧૮,૮૦૦ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧ર,૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૧,૭૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૧,૮૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૪૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૪૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૪૮,૪૦૦ની નવી ટોચની સપાટી બનાવી હતી. ટ્રમ્પની ટેરીફ નીતીને પગલે સોનામાં અને ચાંદીમાં વૈશ્વિક ડિમાન્ડને પગલે સતત ભાવવધારો થઇ રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓના ભાવોમાં નવી સપાટી જોવા મળશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૪)
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
