News of Monday, 29th September 2025
ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં રાજકોટનો હવે ૪૦ ટકા હિસ્સો
રાજકોટમાં ઇ-કોમર્સ મર્ચન્ટ્સમાં ૨૧૦ ટકાનો વધારો, શહેરમાં ડિજિટલ કોમર્સની લહેરથી બળ મળ્યું : રેઝરપે રિપોર્ટ SaaS કંપનીઓમાં ૧૫૦ ટકાનો વધારો, જે રાજકોટમાં અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સની સ્વિકાર્યતામાં વધારો સૂચવે છે

મુંબઇ, તા.૨૯: ભારતના અગ્રણી પેમેન્ટ ગેટવે રેઝરપેએ ‘રાજકોટનો ઉદયઃ ગુજરાતનું ડિજિટલ પેમેન્ટ્સ પાવરહાઉસ' શિર્ષક હેઠળ તેનો ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કેવી રીતે રાજકોટ શહેર ગુજરાતનું ડિજિટસ ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે તેના માટે સપ્ટેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન પેમેન્ટના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એક સમયે મુખ્યત્વે પરંપરાગત ઉદ્યોગો માટે ઓળખ ધરાવતું રાજકોટે આજે નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે કે જ્યાં એમએસએમઇ, જ્વેલર્સ, એજ્યુકેટર્સ, SaaS (સોફ્ટવેર એઝ અ સર્વિસ) અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સ આત્મવિશ્વાસ અને મોટાપાયે ડિજિટલ કોમર્સ અપનાવી રહ્યાં છે.
આ રિપોર્ટની કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મૂજબ છેઃ રિપોર્ટના તમામ નિષ્કર્ષ રેઝરપે પ્લેટફોર્મ ઉપર સપ્ટેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શન આધારિત છે. ઓફલાઇન ડેટા રેઝરપેના ઓફલાઇન પેમેન્ટ્સ પ્લેટફોર્મ, રેઝરપે પીઓએસ પાસેથી પ્રાપ્ત કરાયા છે.
સપ્ટેમ્બર ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન રાજકોટ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં અલગ ઉભરી આવ્યું છે, જેનું મુખ્ય કારણ કેટલાં ટ્રાન્ઝેક્શન થયાં તે નહીં, પરંતુ દરેકની વેલ્યુને કારણે અલગ તરી આવ્યું છે. સરેરાશ રૂ. ૬,૨૦૦ના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સાથે શહેર હાઇ-વેલ્યુ ડિજિટલ ખર્ચમાં કેન્દ્રસ્થાને રહ્યું છે.
રાજકોટમાં વિશેષ કરીને એમએસએમઇએ મજબૂત ક્રેડિટ અ-ુવલ રેટ દર્શાવ્યો છે, જે તેની નાણાકીય સદ્ધરતા દર્શાવે છે. ૫૦થી વધુ મોટી કંપનીઓએ તેમની કામગીરીના વિસ્તરણ માટે રેઝરપે કેપિટલ પાસેથી વળદ્ધિ લોન મેળવી છે. આ ઉપરાંત ફેશન અને લાઇફસ્ટાઇલ, SaaS (સોફ્ટવેર એઝ અ સર્વિસ), એજ્યુકેશન અને જ્વેલરી જેવાં ક્ષેત્રોએ પણ પરિવર્તનનું નેતળત્વ કર્યું છે, જે દર્શાવે છે કે રાજકોટ ડિજિટલ માધ્યમને અપનાવવાની સાથે-સાથે એક મજબૂત, વ્યાપક અને ભવિષ્ય માટે સજ્જ અર્થતંત્રની પણ રચના કરી રહ્યું છે, જેનો આધાર ભવિષ્ય માટે ગુણવત્તા દ્વારા સંચાલિત અર્થતંત્ર રહેશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકોટના નાના વ્યવસાયો અને સ્થાનિક દુકાનોએ ઝડપથી ડિજિટલ માધ્યમોને અપનાવ્યાં છે, જે મજબૂત વિકાસ માટે પરંપરાને નવી ટેક્રોલોજી સાથે જોડે છે.
જ્જ ઇ-કોમર્સ સેક્ટરે જંગી કામગીરી નોંધાવી છે, જેમાં રેઝરપે પ્લેટફોર્મ ઉપર મર્ચન્ટ્સ ૨૧૦ ટકા વધ્યાં છે
જ્જ SaaS કંપનીઓમાં ૧૫૦ ટકાનો વધારો, જે રાજકોટમાં અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સની સ્વિકાર્યતામાં વધારો સૂચવે છે.
જ્જ કોસ્મેટિક્સની દુકાનો પણ ડિજિટલ માધ્યમ અપનાવી રહી છે, જેમાં ૧૨૦ ટકા વધુ સ્ટોર જોડાયા છે અને વેચાણ ૩૭ ટકા વધ્યું છે જ્જ ફેશન અને લાઇફસ્ટાઇલ બિઝેસ ૧૦૨ ટકા વિકસ્યો છે, તે રાજકોટના ઉદ્યોગસાહસિકતાના જુસ્સાને દર્શાવે છે.
આ તમામ બદલાવ સૂચવે છે કે કેવી રીતે રાજકોટના નાના બિઝનેસિસ ડિજિટલ ટુલ્સનો ઉપયોગ કરવાની સાથે-સાથે ગ્રાહકો સાથે જોડાવા અને વેચાણ કરવા માટે નવા માર્ગો અપનાવી રહ્યાં છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન રાજકોટ રેઝરપે માટે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં સૌથી ઝડપથી વળદ્ધિ સાધતું શહેર બન્યું છે. રાજકોટમાં રેઝરપેનો ઉપયોગ કરતાં બિઝનેસિસની સંખ્યામાં ૬૪ ટકાનો વધારો થયો છે, જે ગુજરાતમાં ભાવનગર (૮૯ ટકા), જામનગર (૭૮ ટકા) અને સુરત (૬૮ ટકા) બાદ ચોથા ક્રમે છે. જોકે, મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજકોટે ડિજિટલ પેમેન્ટ્સને ઝડપથી અપનાવ્યાં છે, જે અપેક્ષાથી વધુ છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
