News of Monday, 29th September 2025
ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડનો આઈપીઓ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ખુલશે
પ્રાઇઝ બેન્ડ - રૂ.૧૪૭ - રૂ.૧૫૫ પ્રતિ શેર :લોટ સાઇઝ - ૮૦૦ ઇક્વિટી શેર

મુંબઈ, તા.૨૯: ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડ (ધ કંપની, ઇન્ફિનિટી) એક SaaS પ્રદાતા કંપની છે જે અનુકૂલિત અને એકીકળત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી) સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે છે. એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં ગ્રાહકોને સેવા આપતી આ કંપનીએ મંગળવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂ.૨૪.૪૨ કરોડ એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂ.૧૦ના અંકિત મૂલ્ય અને શેર દીઠ રૂ.૧૪૭ - રૂ.૧૫૫ની પ્રાઇઝ બેન્ડ સાથે ૧૫,૭૫,૨૦૦ ઇક્વિટી શેર છે,
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ "ZEROTOUCH" નામક પ્રોપ્રાઇટરી ટેકનોલોજી સોલ્યુશનના ડેવલપમેન્ટ, નવા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી અને સર્ટિફિકેશન, ટેન્ડર ડિપોઝિટ અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) માટે ભંડોળ, વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરૂં પાડવા માટે કરવામાં આવશે. એન્કર પોર્શન ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ખુલશે અને ઇશ્યુ ૦૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બંધ થશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
