News of Monday, 29th September 2025
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગીર પંથકના ખેડૂતપુત્ર શૈલેષભાઈ સોલંકી વચ્ચે 'કેરી એક્સપોર્ટ' સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા
દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ એક્સ્પો-૨૦૨૫માં લાયન ફૂડ્સને મિનિસ્ટ્રી ઓફ ફૂડસ પ્રોસેસિંગ દ્વારા સોલંકીને આમંત્રિત કરાયા હતા.

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગીર પંથકના ખેડૂતપુત્ર શૈલેષભાઈ દેવશીભાઇ સોલંકી વચ્ચે 'કેરી એક્સપોર્ટ' સહિતના મુદ્દે વિસ્તૃત
ચર્ચા થઈ હતી.
દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ એક્સ્પો-૨૦૨૫માં લાયન ફડસને મિનિસ્ટ્રી ઓફ ફૂડસ પ્રોસેસિંગ દ્વારા સોલંકીને આમંત્રિત કરાયા હતા. તેઓએ ગીરમાં સ્થાપેલા વિશ્વકક્ષાના પ્લાન્ટ સહિતના મુદ્દે પણ વડાપ્રધાને વિગતો મેળવી હતી. દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ એક્સ્પો-૨૦૨૫માં લાયન ફૂડ્સને મિનિસ્ટ્રી ઓફ ફૂડસ પ્રોસેસિંગ દ્વારા સૌને આમંત્રિત કરાયા હતા. જેમાં ગીરના ખેડૂત પુત્ર શૈલેષભાઈ દેવશીભાઈ સોલંકી ભાગ લેવા દિલ્હી ગયા હતા. વડાપ્રધાને શૈલેષભાઈ સોલંકી પાસેથી કેરી, લસણ, ડુંગળી, મરચાના પાકને વિદેશમાં એક્સપોર્ટ કરવા ગીરમાં લાયન ફૂડ્સમાં સ્થાપેલા કેનિગ પ્લાન્ટ અને રેડિયેશન પ્લાનની વિગતો મેળવી અભિનંદન આપ્યા હતા.
ગીર પંથકમાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા પંથક માં વાર્ષિક સરેરસ પાંચ લાખ છે . મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય કેસર કેરી સિઝનમાં બે માસ જ મળતી હોય આખું વર્ષ કેરીને ઉપલબ્ધ કરાવવા ગીર સોમનાથ જીલ્લાના અગ્રણી દેવશીભાઈ સોલંકીએ તાલાલાના માધુપુર ગામ પાસે વિશાળ કેનિગ પ્લાન્ટની સ્થાપના કરી છે આ પ્લાન્ટમાં ખેડૂતો પાસેથી કેરી ખરીદી તેનું પ્રોસેસ કરવામાં આવે છે.
દેવશીભાઈના મોટાપુત્ર શૈલેષભાઈ સોલંકીએ પ્લાન્ટમાં પ્રોસેસ થયેલ કેરીના પલ્પ સહિત અન્ય ખેતપેદાશોને વિદેશમાં એક્સપોર્ટ કરવા આંતરરાષ્ટ્રીય માપદંડો આધારિત ગામા રેડિયેશન પ્લાનને ઇન્સ્ટોલ કરવી વિદેશ માં ખેતપેદાશો અને કેરીના પલ્પ, પીસને એક્સપોર્ટ કરવામાં આવે છે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ એક્સ્પો ૨૦૨૫માં લાયન ફૂડ્સને મિનિસ્ટ્રી ઓફ ફૂડસ પ્રોસેસિંગ દ્વારા આમંત્રિત કરાયા હતા. શૈલેષભાઈ દેવશીભાઈ સોલંકી ભાગ લેવા દિલ્હી ગયેલ જ્યાં ફૂડ એક્સ્પોની મુલાકાતે આવેલા વડાપ્રધાને શૈલેષભાઈ પાસેથી કેરી, લસણ, ડુંગળી, મરચાના પાકને વિદેશમાં એક્સપોર્ટ કરવા ગીરમાં લાયન ફૂડ્સમાં સ્થાપેલા કેનિગ પ્લાન્ટ અને રેડિયેશન પ્લાનની વિગતો મેળવી અભિનંદન આપ્યા હતા
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
