<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

એમેઝોન, ફિ્‌લપકાર્ટે તહેવારોની સીઝનમાં વેચાણનો તોડ્‍યો રેકોર્ડ

ઓનલાઈન ફેસ્‍ટિવલ સીઝનની સેલ પહેલા અઠવાડિયામાં રૂ. ૬૦,૭૦૦ કરોડ સુધી પહોંચી, જે વર્ષ-દર-વર્ષ ૨૯ ટકાનો વધારો

નવી દિલ્‍હી, તા.૩૦: દેશમાં તહેવારોની સીઝનમાં  ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફિ્‌લપકાર્ટના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્‍યો છે. GSTમાં કટોકટી, જેન ઝેડ શોપર્સ અને હાઈ-વેલ્‍યુ ખરીદીને કારણે આ સીઝન અત્‍યાર સુધીનો સૌથી મોટો ફેસ્‍ટિવલ સીઝન બનવાની તૈયારીમાં છે.

ઓનલાઈન ફેસ્‍ટિવલ સીઝનની સેલ પહેલા અઠવાડિયામાં રૂ. ૬૦,૭૦૦ કરોડ સુધી પહોંચી, જે વર્ષ-દર-વર્ષ ૨૯ ટકાનો વધારો થયો છે. આ વર્ષે કુલ ફેસ્‍ટિવલ સેલ રૂ. ૧.૨ લાખ કરોડને પાર કરી જશે, જેમાંથી અડધાથી વધુ વેચાણ પહેલા સપ્તાહે જ થઈ જશે. એની તુલનામાં ગયા વર્ષે આશરે રૂ. એક લાખ કરોડ અને ૨૦૨૩માં રૂ. ૮૧,૦૦૦ કરોડનું વેચાણ થયું હતું, એમ માર્કેટ રિપોર્ટ કહે છે.

દેશમાં ૨૨થી ૨૮ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે નોંધાયેલા રૂ. ૬૦,૭૦૦ કરોડના વેચાણમાં મોબાઈલનો દબદબો રહ્યો છે, આ સાથે એપ્‍લાયન્‍સિસ અને ગ્રોસરી સૌથી ઝડપથી વધતી કેટેગરીઝ રહી, જેમાં વર્ષ-દર-વર્ષ ક્રમશઃ ૪૧ ટકા અને ૪૪ ટકાની વળદ્ધિ થઈ હતી.

એપ્‍લાયન્‍સિસની સેલને GST ૨.૦ના સુધારાથી લાભ મળ્‍યો, જેને કારણે મોટા માલના ભાવ ઘટયા. જ્‍યારે ગ્રોસરીને ઝડપી વેપાર અને તહેવારી ગિફિં્‌ટગની માગનો ફાયદો થયો. ઉપરાંત, કન્‍ઝ્‍યુમર ઈલેક્‍ટ્રોનિક્‍સ અને હોમવેર કેટેગરીઝે પણ સારો ડબલ-ડિજિટ ગ્રોથ નોંધાવ્‍યો છે.

ફિ્‌લપકાર્ટના ગ્રોથ અને માર્કેટિંગ વાઈસ પ્રેસિડેન્‍ટ પ્રતિક શેટ્ટીએ જણાવ્‍યું હતું કે આ વેચાણમાં ઉછાળાનું એક મહત્‍વપૂર્ણ કારણ GST ૨.૦ સુધારા છે. જેમણે હાઈ-વેલ્‍યુ કેટેગરીઝમાં માગને પ્રોત્‍સાહિત કરી છે.

એમેઝોન ઇન્‍ડિયાના વાઇસ પ્રેસિડેન્‍ટ સોરભ શ્રીવાસ્‍તવએ કહ્યું હતું કે  #GST બચત ઉત્‍સવ પહેલને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી છે. માત્ર ૪૮ કલાકમાં વેચાણકર્તાઓએ કરોડો રૂપિયાના GST લાભ ગ્રાહકોને પહોંચાડ્‍યા છે. તેમણે ઉમેર્યું કે કંપનીએ અત્‍યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી નોંધાવી, જેમાં બે દિવસમાં ૮૦ લાખથી વધુ પ્રોડક્‍ટ્‍સ પ્રાઇમ સભ્‍યો સુધી પહોંચાડવામાં આવ્‍યાં છે.

(2:50 PM IST)