News of Wednesday, 1st October 2025
રક્ષામંત્રી રાજનાથસિંહ આજથી બે દિ' કચ્છમાં: દશેરાએ સરહદે સૈન્ય સાથે કરશે શષાપૂજન
આજે સાંજે ભુજ પહોંચશે, અહીં મિલિટરી સ્ટેશનમાં વિવિધતા સાથે સૈનિકોની સંસ્કળતિ દર્શાવતા સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન, કાલે વિજયાદશમીના ક્રિક સરહદે ભારતીય સૈન્યની વિવિધ પાંખોની સંયુક્ત કવાયતનું શક્તિ પ્રદર્શન નિહાળી શષા પૂજન કરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ :.. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી કચ્છના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે ૧ લી અને આવતીકાલે ૨ જી ઓક્ટોબર દરમ્યાન કચ્છમાં રહેશે. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે બુધવારે સાંજે ભુજ પહોંચી આવશે. અહીં સાંજે ૭/૩૦ થી ૯ વાગ્યા સુધી ભુજના મિલિટરી સ્ટેશનમાં સૈન્ય દ્વારા આયોજિત વિવિધતા અને સૈનિકોની સંસ્કળતિ દર્શાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમનું રાત્રિ રોકાણ કચ્છમાં રહેશે. જ્યારે આવતીકાલે ૨ જી ઓક્ટોબર ગુરુવારે વિજયાદશમીના દિવસે તેઓ કચ્છની ક્રિક સરહદે લક્કી નાળા પહોંચશે. દેશની પヘમિી સરહદે પાકિસ્તાનને જોડતી સંવેદનશીલ મનાતી દરિયા અને ક્રિકને જોડતી લકકી નાળા સરહદે તેઓ કચ્છ સરહદે ફરજ બજાવતા સૈન્યના વિવિધ પાંખોના સૈનિકોની સયુંકત કવાયત નિહાળી અને શષા પૂજા કરશે. તેઓ સૈનિકો સાથે વિશેષ સંવાદ સાધશે. રક્ષામંત્રીનું આગમન સૈન્યના જવાનોના જુસ્સાને બુલંદ બનાવશે. (
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
